Dharma Sangrah

વાસ્તુ શાસ્ત્ર - ઘરના બાથરૂમમાં છુપાયુ છે તમારી પરેશાનીઓનુ સમાધાન

Webdunia
બુધવાર, 8 ઑગસ્ટ 2018 (14:17 IST)
વાસ્તુશાત્રમાં આપણા જીવન સાથે જોડાયેલ અનેક વાતો વિશે બતાવવમાં આવ્યુ છે. વાસ્તુ ટિપ્સ અપનાવીને તમે ઘરમાં શાંતિ, સુખ સમૃદ્ધિ અને આર્થિક મજબૂતીને મેળવી શકો છો. વાસ્તુશાસ્ત્ર બધાના જીવન પર ઊંડી અસર કરે છે. 
 
ઘરનુ બાથરૂમ દેખાવમાં તો સાધારણ લાગે છે પણ તેનો ખ્યાલ ન રાખતા તમને પારિવારિક-આર્થિક અને શારીરિક અનેક પરેશાનીઓ થઈ શકે છે. પણ જો કેટલીક વાતોનુ ધ્યાન રાખો તો તમે આ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો.  ઘરના બાથરૂમમાં પણ અનેક પરેશાનીઓનુ સમાધાન છિપાયુ છે. 
 
વાસ્તુ ટિપ્સ
 
ભૂરી બાલ્ટી એટલે કે ડોલ  -  જો તમને પૈસાની કમી રહેતી  હોય કે પૈસા આવતા જ ખર્ચ થઈ જતા હોય કે તમને કોઈની પાસેથી ઉધાર લેવુ પડે છે તો બાથરૂમમાં ભૂરા રંગની બકેટ મુકવી લાભદાયક સાબિત થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ બાથરૂમમાં ભૂરા રંગની બાલ્ટી મુકવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને પૈસાનુ આગમન થાય છે.  પણ ધ્યાન રાખો કે બાલટીને ક્યારેય ખાલી ન છોડતા. તેમા હંમેશા થોડુ ઘણુ પાણી હોવુ જોઈએ . 
 
અરીસો - બાથરૂમના દરવાજાના બિલકુલ સામે અરીસો હોવો અશુભ માનવામાં આવે છે. કારણ કે બાથરૂમમાંથી નીકળેલી નકારાત્મક ઉર્જા કાચ સાથે અથડાઈને પરત તમારા ઘરમાં જતી રહે છે. 
 
બાથરૂમનો દરવાજો - અનેક લોકો બાથરૂમનો ઉપયોગ કર્યા પછી દરવાજો ખુલ્લો જ છોડી દે છે. પણ આવુ કરવાથી તે બહારની નકારાત્મક ઉર્જા પોતાની તરફ ખેંચે છે. આ રીતે તમને માનસિક પરેશાની થઈ શકે છે. 
 
અટેચ બાથરૂમ - અનેક ઘર કે બેડરૂમમાં જ બાથરૂમ અટેચ હોય છે. વાસ્તુનુ માનીએ તો બાથરૂમ અને બેડરૂમમાં બે જુદા જુદા પ્રકારની ઉર્જા હોય છે.  જેનુ અથડાવવુ પરસ્પર અશુભ હોય છે.  તેનાથી તમને શારીરિક પરેશાનીઓ થઈ શકે છે.  તેથી અટેચ બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Switzerland Bar Fire: નવા વર્ષની ઉજવણી બની માતમ, 40 લોકોના મોત, 115 ઘાયલ

Mehsana News : શેરબજારમાં નફો કરાવવાની લાલચ આપીને છેતરપિંડી કરનાર ગેંગ પર ED ની છાપામારી, કરોડોની મિલકત જપ્ત, PMLA હેઠળ કાર્યવાહી

ક્યારે શરૂ થશે બુલેટ ટ્રેન, ક્યાંથી ક્યાદોડશે અને કયા સ્ટેશનો પર તે રોકાશે? રેલ્વે મંત્રીએ પોતે આપી અપડેટ

અમદાવાદમાં 14 મો આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો શરૂ, બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બન્યા, જાણો ક્યા સુધી ચાલશે?

બાંગ્લાદેશમાં હિન્દુ વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો, પછી તેના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી, વાંચો સંપૂર્ણ સ્ટોરી

આગળનો લેખ
Show comments