જીવનમાં શાંતિ નથી તો કશુ જ નથી. ક્યારેક ક્યારેક પૈસા અને પ્રતિષ્ઠા હોવા છતા પણ મન અશાંત રહે છે. ઘરમાં કોઈને કોઈ વાત પર ક્લેશ કાયમ રહે છે. જો આવુ થઈ રહ્યુ છે તો આનુ કારણ ઘરમાં જ હાજર કોઈ વાસ્તુદોષ તો નથી. આવો જાણીએ કેટલાક સહેલા વાસ્તુ ઉપાય વિશે. જેનાથી આપણા જીવનમાં શાંતિનો સંચાર થઈ શકે છે.
- એવુ કહેવાય છે કે સૂર્યાસ્ત પછી સ્ત્રીઓએ માથુ ન ઓળવુ જોઈએ
- શયન કક્ષમાં ક્યારેય મદિરાપાન ન કરો. આવુ કરવાથી રોગી થવાનો ભય રહે છે.
- ઘરમાં જાળા ન લાગવા દેશ્હો. તેનાથી માનસિક તનાવ ઓછો થાય છે.
- દિવસમાં એકવાર ચાંદીના ગ્લાસમાં પાણી પીવો. તેનાથી ક્રોધ પર નિયંત્રણ રહે છે. ઘરમાં સૂર્યનો પ્રકાશ આવવો ખૂબ જ જરૂરી છે. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
- ઘરના મુખ્ય દ્વારનો રંગ કાળો ન હોવો જોઈએ. દરવાજા અને બારી પર પણ કાળો રંગ ન લગાવો.
- કિચનમાં આગ અને પાણી સાથે ન મુકવા જોઈએ.
- કિચનમાં કાળો પત્થર ન મુકશો.
- ઘરમાં તૂટેલા વાસણ કે તૂટેલો પલંગ ન મુકવો જોઈએ
- જમ્યા પછી એંઠી થાળી લઈને વધુ સમય સુધી બેસી ન રહેવુ જોઈએ.
- ઘરના દરવાજા સામે કચરો ભેગો ન થવા દો. ઘરમાં કપૂરનો ધુમાડો કરો. તેનાથી વાસ્તુદોષ દૂર થાય છે.