વાસ્તુમુજબ મીઠુ માત્ર રસોઈને જ સ્વાદિષ્ટ નથી બનાવતુ પણ તેના ઉપયોગથી જીવન પણ ખુશહાલ બનાવી શકાય છે. મીઠામાં અદ્દભૂત શક્તિ હોવાને કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાની અવરજવર થાય છે. તેના પ્રયોગથી ઘન અને સ્વાસ્થ્યની સાથે સાથે રાહુ-કેતુના અશુભ પ્રભાવ પણ નષ્ટ થાય છે.
- એવુ કહેવાય છે કે મીઠાનો પ્રયોગ કરીને નકારાત્મક ઉર્જાને નષ્ટ કરી શકાય છે. તેનો ઉપયોગ નજર ઉતારવા માટે પણ કરવામાં આવે છે. પારિવારિક સભ્યોને નજર લાગતા એક ચપટી મીઠુ તેમના પરથી ત્રણ વાર ઉતાર્યા પછી બહાર ફેંકી અથવા પાણીમાં વહાવી દો. આવુ કરવાથી નજર દોષ સમાપ્ત થઈ જાય છે.
- વાસ્તુદોષને ખતમ કરવા માટે કાંચની વાડકીમાં મીઠુ નાખીને શૌચલય અને સ્નાન ઘરમાં મુકો. મીથુ અને કાંચ રાહુની વાસ્તુઓ હોવાને કારણે તેમનો નકારાત્મક પ્રભાવ સમાપ્ત કરે છે. રાહુની નેગેટિવ એનર્જી અને જીવાણુઓનો પણ સૂચક માનવામાં આવે છે. આ ઘરના સુખ, ધન અને સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે.
- કાંચના પાત્રમાં મીઠુ નાખીને ઘરના કોઈ પણ ખૂણામાં મુકી દો. આવુ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. રાહુ, કેતુની દશા કે મનમાં ખરાબ વિચાર અને ભય ઉત્પન્ન થતા આ ઉપાય લાભકારી સિદ્ધ થાય છે.
- આખુ મીઠાને લાલ રંગના વસ્ત્રમાં બાંધીને પોટલી બનાવીને ઘરના મેન ગેટ પર લટકાવવાથી ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. વેપારમાં પ્રગતિ માટે કાર્યસ્થળના મુખ્ય દ્વાર પર અને લોકરની ઉપર પોટલી લટકાવવાથી લાભ થાય છે.
- રાત્રિ પહેલા પાણીમાં ચપટી મીઠુ મિક્સ કરીને હાથ પગ ધોવાથી ચિંતાઓથી છુટકારો મળે છે અને સારી ઉંઘ આવે છે. રાહુ અને કેતુના અમંગળ પ્રભાવ પણ નષ્ટ થાય છે.
- ઘરમાં રૉક સાલ્ટ લૈપ મુકવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે. વાસ્તુ મુજબ આ ઉપાયથી ઘરેલુ જીવનમાં સમન્વય અને સુખ સમૃદ્ધિ વધે છે. રોગોનો પણ નાશ થાય છે.
- અઠવાડિયામાં એક વાર મીઠુ મિક્સ કરેલ પાણીથી બાળકોને સ્નાન કરવાથી નજર દોષ અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ ઓછી થાય છે.