Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના સ્પા મસાજ પાર્લરમાં મોટી સંખ્યામાં લોકો વિદેશી યુવતીઓના સંપર્કમાં આવ્યાં હોવાની આશંકા

કોરોના પોઝીટીવ દર્દીના
Webdunia
મંગળવાર, 24 માર્ચ 2020 (15:16 IST)
કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા તાજેતરમાં વિદેશ પ્રવાસથી આવેલા સુરતીઓ હોમ કોરેન્ટીવ તરીકે નોંધવામાં આવ્યા છે.પરંતુ તાજેતરમાં સુરત પોલીસે ડુમસરોડ તથા વેસુના રાહુલ રાજ મોલમાં સ્પા મસાજ પાર્લરમાં  દેહવિક્રય કરતી 16 થી વધુ થાઈલેન્ડની યુવતિઓને ઝડપી લીધી હતી. એકાદ-બે મહીનાના વર્ક પરમીટ કે ટુરિસ્ટ વિઝા પર આવેલી આ વિદેશી યુવતિઓ તથા માર્ચ માસ દરમિયાન તેમના સંપર્કમાં કેટલા લોકો આવ્યા તેની સંખ્યા પણ નોંધપાત્ર હોવાની આશંકા છે. ઈમોરલ ટ્રાફીક એક્ટ હેઠળ ઝડપાયેલી વિદેશી યુવતિઓના ટુંકાગાળાના સુરતના રોકાણ દરમિયાન સંખ્યાબંધ ગ્રાહકો તેના સંપર્કમાં આવ્યા છે.સુરતના મોટા ભાગના વેસુ,ડુમસરોડ અડાજણ સહિતના વિવિધ સ્થળો પર સ્પા કે મસાજપાર્લરના નામે વિદેશી યુવતિઓ દ્વારા દેહવિક્રયના ધંધા ચલાવવામાં આવતા હોવાનું અનેકવાર બહાર આવ્યું છે. જેથી વીતેલા બે-ચાર માસ દરમિયાન સુરતના બંધ થયેલા સ્પામાં કામ કરતી વિદેશી યુવતિઓના સંપર્કમાં પણ કેટલા લોકોને પણ હોમ કોરેન્ટીવ તરીકે ઓળખ જાહેર થઈ છે કે કેમ તે પણ મહત્વનું બની રહે છે.સુરતમાં કોરોના વાયરસના વધુ પ્રસાર થતાં અટકાવવા વહીવટી તંત્ર દ્વારા સતર્કતાના જરૂરી પગલાં ભર્યા છે.તાજેતરમાં સુરતમાં આવેલા સ્પા-મસાજ પાર્લર,મોલ,મલ્ટી પ્લેક્ષ સિનેમા હોલ સહિતના લોકોની અવર જવર ધરાવતા તમામ જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા છે. તદુપરાંત તાજેતરમાં વિદેશના પ્રવાસથી પરત ફરેલા સુરતીઓને અલગ તારવીને હોમ કોરેન્ટીવનો 14 દિવસનો પીરીયડ પાળવા પર ફોજદારી પગલાં ભરવા સુધીની તૈયારી દાખવી છે.જો કે હજુ હોમ કારેન્ટીવના લેબલ સાથે આવા લોકો હજુ જાહેરમાં ફરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. તદુપરાંત કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા 59 લોકોને કોરેન્ટીવ આઈસોલેશન હોમમાં રાખવામાં આવ્યા છે.જેથી તાજેતરમાં વિદેશ પ્રવાસેથી આવેલા સુરતીઓ ઉપરાંત વિદેશમાં  અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ ઉપરાંત સ્પા કે મસાજ પાર્લરમાં કામ કરતી વિદેશી યુવતિઓની સાથે સંપર્કમાં આવેલા લોકોની સંખ્યા પણ નોંધપાત્ર હોવાની સંભાવના છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Rose Facial- ઘરે જ સરળ સ્ટેપમાં રોઝ ફેશિયલ કરો, ગ્લોઈંગ સ્કિન મેળવો

Instant Mango Pickle Recipe: કાચી કેરીનુ અથાણુ

શરીરમાં દેખાય આ લક્ષણ તો તમારા લીવરનું સ્વાસ્થ્ય છે જોખમમાં

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Easy Summer Drink Recipe: સ્વાદિષ્ટ કેરીનો સાગો કૂલર તમને ગરમીથી બચાવશે, ઝડપથી રેસીપી તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - લગ્ન પછી પહેલીવાર વહુ

સાઉથ સુપરસ્ટાર વિજય વિરુદ્ધ ફતવો જાહેર, મુસ્લિમોને તેમનું સમર્થન ન કરવાની અપીલ, ઇફ્તાર પાર્ટી દરમિયાન થયેલી ભૂલ બની કારણ

લગ્નના આઠ વર્ષ પછી પિતા બન્યા ઝહીર ખાન, પત્ની સાગરિકાએ આપ્યો પુત્રને જન્મ, નામ મુક્યુ ફત્તેહસિંહ ખાન

ગજરાતી જોક્સ - પૂજારી

ગુજરાતી જોક્સ - દારૂડિયો

આગળનો લેખ
Show comments