Webdunia - Bharat's app for daily news and videos

Install App

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ –કડી ગાંધીનગર, નિશુલ્ક કાયરોપ્રેકટીક સારવાર કેમ્પ

Webdunia
મંગળવાર, 31 જાન્યુઆરી 2023 (14:39 IST)
આપના સુપ્રસિધ્ધ સમાચાર પત્રમાં અમારી સંસ્થા સી.એમ.પટેલ  કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં યોજવામાં આવેલ સારવાર કેમ્પના સમાચાર આવરી લેવા માટે આપશ્રીને નમ્ર વિનંતી છે.
 
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર સંચાલિત ક્ડી સર્વ વિશ્વવિધાલયની ગાંધીનગર  સેકટર -૧૨ સિવિલ કેમ્પસમાં સ્થિત સી.એમ.પટેલ કોલેજ ઓફ ફિઝયોથેરાપી કોલેજમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન તથા અમેરિકાના વેસ્ટ સાનફ્રાન્સિસ્કોની લાઇફ કાયરોપ્રેકટીક કોલેજ વેસ્ટ (LCCW) યુ.એસ.એ.ના પ્રેસિડેન્ટ ડો.રોન ઓબરસ્ટાઇન, LCCW ના બોર્ડ મેમ્બર  ડો.એન્જલ,ડો. નિરજ પટેલ તથા ૯  જેટલા કાયરોપ્રેકટર્સ ડોકટરની ટીમ દ્વારા.તા.૩૧ જાન્યુઆરી થી ૨ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી સારવાર આપવામાં આવશે.
આ સારવાર કેમ્પનું ઉદ્ ઘાટન કડી સર્વ વિશ્વ વિધાલયના ચેરમેન શ્રી વલ્લભભાઇ પટેલ સર તથા લાઇફ કાયરોપ્રેકટીક કોલેજના પ્રેસિડેન્ટ  ડો.રોન ઓબરસ્ટાઇન, સંસ્થાના મંત્રી શ્રીઓ તથા ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશનના ડાયરેટર ડો. જીનલ જોષીના હસ્તે તા . ૩૧જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ સવારે 8:45 કલાકે કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે યુ.એસ.એ.થી  પધારેલા તમામ નિષ્ણાત ડોકટરશ્રીઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.અને આ તમામ ડોકટરશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતું. 
ક્ડી સર્વ વિશ્વવિધાલય દ્વારા આ ત્રીજો કાયરોપ્રેકટીક સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે.આ સારવાર લેવા માટે લગભગ 2૦૦૦ થી પણ વધારે રજિસ્ટ્રેશન થયેલા છે.આ સારવાર આપવા માટે અમેરિકાથી ૯ જેટલા નિષ્ણાત ડોકટરશ્રીઓ ઉપસ્થિત રહીને ગાંધીનગર તથા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ દર્દીઓને સારવાર આપશે.
 
ગરદનનો દુ:ખાવો, પીઠનો દુ:ખાવો, કમરનો દુ:ખાવો,હાથ કે પગમાં ઝણઝણાટી આવવી વગેરે જેવી તક્લીફમાં  સારવાર આપવામાં આવશે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments