Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, ગાંધીનગર દ્વારા બે દિવસીય સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશન પ્રારંભ

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, ગાંધીનગર દ્વારા બે દિવસીય સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશન પ્રારંભ
, શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (17:58 IST)
Two-day Science and Technology Exhibition inaugurated by Sarva Vidyalaya Kelawani Mandal, Gandhinagar
- ગાંધીનગર સહિત જિલ્લાની વિવિધ શાળાઓના 5000 જેટલા વિદ્યાર્થીઓ આ પ્રદર્શની નિહાળશે. 
- આગામી 9 અને 10 જાન્યુઆરી કડી કેમ્પસ, કડી મુકામે આ વિજ્ઞાન અને ટેકનોલોજી એક્ઝિબિશન યોજાશે. 
 
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ‘કડી સર્વ વિશ્વવિદ્યાલય’ ગાંધીનગર ખાતે બે દિવસીય સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશનનું આયોજન સેકટર-12માં આવેલ ‘સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર’ કેમ્પસ ખાતે  તારીખ 6 અને 7 જાન્યુઆરી 2023ના દિવસોમાં કરવામાં આવ્યું. જેમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ 120 જેટલાં મોડલ્સ પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. 
વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શનીનું ઉદઘાટન સર્વ વિદ્યાલયના ચેરમેનશ્રી વલ્લભભાઈ એમ. પટેલ, ગુજકોસ્ટ અને સાયન્સ સીટી, અમદાવાદના એડવાઈઝર નરોત્તમ સાહુ, કડી સર્વ વિશ્વવિદ્યાલયનાં કુલપતિ ડૉ. ગાર્ગી રાજપરા, સંસ્થાના દાતાશ્રી ડૉ. વિઠ્ઠલભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, એમ.એમ. પટેલ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કેયુર શાહ,ના હસ્તે કરવામાં આવ્યું હતું. 
webdunia
સર્વ વિદ્યાલયના ચેરમેનશ્રી વલલ્ભભાઈ એમ. પટેલે જણાવ્યું હતું કે, આયોજિત વિજ્ઞાન પ્રદર્શનીમાં સાયન્સ અને ટેકનોલોજીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 120 જેટલા લાઈવ મોડલ પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. આ વિજ્ઞાન પ્રદર્શની દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની રુચી જાગૃત થશે તેમજ તેઓમાં પ્રકૃતિ અને ટેકનોલોજીના સંબંધો વચ્ચે સજગ બનશે. 
 ગુજકોસ્ટ અને સાયન્સ સીટીના એડવાઈઝર ડૉ. નરોત્તમ સાહુએ કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરીને વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તે અભિનંદનીય છે. અહીં પ્રસ્તુત કરાયેલાં મોડલ્સમાં પ્રાકૃતિક ઉપકરણો અને ઔષધિઓનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે. 
 
સર્વ વિદ્યાલય દ્વારા આયોજિત બે દિવસીય સાયન્ય એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશનનું સફળ સંચાલન શ્રી એમ.એમ. પટેલ ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રદર્શની પુનઃ 9 અને 10 જાન્યુઆરી 20223ના રોજ કડી મુકામે સર્વ વિદ્યાલય કેમ્પસમાં ખાતે યોજવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વૃંદાવનમાં Virat Kohli અને Anushka Sharma એ આશ્રમમાં માથુ ટેક્યુ, પુત્રી વામિકા પણ હતી સાથે... જુઓ ક્યુટ વીડિયો