Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડીમાં નિઃશુલ્ક કાયરોપ્રેકટીક સારવાર કેમ્પ

Chiropractic Treatment Camp
, સોમવાર, 14 નવેમ્બર 2022 (07:24 IST)
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી- ગાંધીનગર સંચાલિત ક્ડી સર્વ વિશ્વવિધાલયની ગાંધીનગર સેકટર -૧૨ સિવિલ કેમ્પસમાં સ્થિત સી.એમ.પટેલ કોલેજ ઓફ ફિઝયોથેરાપી, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન તથા અમેરિકાના વેસ્ટ સાનફ્રાન્સિસ્કોની લાઇફ કાયરોપ્રેકટીક કોલેજ વેસ્ટ (LCCW) યુ.એસ.એ .ના પ્રેસિડેન્ટ ડો.રોન ઓબરસ્ટાઇન તથા  ૧૬ જેટલા કાયરોપ્રેકટર્સ ડોકટર ની ટીમ દ્વારા  તા.૧૩ થી ૧૫ નવેમ્બર ૨૦૨૨ સુધી  સારવાર આપવામાં આવશે.
 
આ કેમ્પનું ઉદઘાટન કડી સર્વ વિશ્વવિદ્યાલયના ચેરમેનશ્રી વલ્લભભાઇ પટેલ તથા લાઇફ કાયરોપ્રેકટીક કોલેજના  પ્રેસિડેન્ટશ્રી ડો.રોન ઓબરસ્ટાઇન, સંસ્થાના મંત્રીશ્રીઓ   તથા ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશનના ડાયરેટર ડો. જીનલ જોષી, યુનિવર્સિટના કુલપતિ ડૉ. ગાર્ગીબેન રાજપરાના હસ્તે આજ રોજ સવારે ૯.00 કલાકે કરવામાં આવ્યું હતું.  
 
આ કેમ્પમાં અમેરિકાથી આવેલ નિષ્ણાત ડૉકટરશ્રીઓ દ્વારા ગરદનનો દુ:ખાવો, પીઠનો દુ:ખાવો, કમરનો દુ:ખાવો,હાથ કે પગમાં ઝણઝણાટી આવવી વગેરે જેવી તક્લીફમાં  સારવાર આપવામાં આવશે. 
આ સારવાર લેવા માટે લગભગ 2000 થી  પણ વધારે રજિસ્ટ્રેશન થયેલા છે.આ સારવાર આપવા માટે અમેરિકાથી ૧૬ જેટલા નિષ્ણાત ડોકટર શ્રીઓ ઉપસ્થિત રહીને ગાંધીનગર તથા ગુજરાત ના વિવિધ જિલ્લાઓ માંથી આવેલ દર્દીઓને સારવાર આપશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કૉંગ્રેસે વધુ 33 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં, જિજ્ઞેશ મેવાણી વડગામથી લડશે, કોને ક્યાં ટિકિટ અપાઈ?