Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતનો તબલૈઔ સૌથી શ્રેષ્ઠ, પબ્લિક ઓપિનિયન પોલમાં મળ્યો નંબર 1

Gujarat's tableau
, મંગળવાર, 31 જાન્યુઆરી 2023 (11:45 IST)
26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે દિલ્હીમાં કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડમાં વિવિધ રાજ્યો, કેન્દ્રીય મંત્રાલયો, ભારતીય સેના સહિત અન્ય ટેબ્લા જોવા મળ્યા હતા. જેમાં ગુજરાતનો ટેબ્લો પણ હતો. ગુજરાતની ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ અનેક લોકોને આકર્ષિત કર્યાં હતા. ત્યારબાદ ક્યો ટેબ્લો સૌથી શ્રેષ્ઠ છે તેને વિજેતા બનાવવા માટે પબ્લિક પોલનો પણ સહારો લેવામાં આવ્યો હતો. હવે તેનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. 
webdunia
ગુજરાતની ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ ઉપસ્થિત સૌમાં અનેરુ આકર્ષણ જન્માવ્યું હતું. કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃપ્રાપ્ય-હરિત અને શુદ્ધ ઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા જે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે, તેની અત્રે ઉપસ્થિત સૌએ દિલ ખોલીને પ્રશંસા કરી હતી. 
 
ગુજરાતના ટેબ્લોમાં કચ્છમાં આકાર લઇ રહેલા વિશ્વનો સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દેશનું સૌ પ્રથમ 24x7 સોલાર ઊર્જા મેળવતું મોઢેરા ગામ, PM-KUSUM યોજના થકી ખેડૂતોની ખુશહાલી અને કેનાલ રુફટોપથી થતા સૌરઊર્જાનું ઉત્પાદનની બાબતોને આવરી લેવામાં આવી હતી.  આ સાથે કચ્છના ભાતીગળ પહેરવેશ, સફેદ રણ, રણના વાહન ઊંટ, પરંપરાગત ઘર - ભૂંગાની સાથે ગુજરાતની સંસ્કૃતિને પ્રદર્શિત કરતા ગરબાં નૃત્યોએ ઝાંખીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. 
 
પબ્લિક વોટ સિવાય જજની પેનલ દ્વારા પણ પરિણામ આપવામાં આવ્યું છે. જેમાં ઉત્તરાખંડ (માનસખંડ) નો ટેબ્લો પ્રથમ સ્થાને આવ્યો છે. જ્યારે મહારાષ્ટ્ર (શક્તિપીઠ અને નારી શક્તિ) નો ટેબ્લો બીજા ક્રમે આવ્યો છે. ત્રીજા સ્થાને ઉત્તર પ્રદેશ (અયોધ્યા દીપોત્સવ) નો ટેબ્લો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓનલાઈન પેમેન્ટ માટે ક્યુઆર કોડનો ઉપયોગ કરો છો? તો ભૂલથી પણ ન કરતા આ ભૂલ