Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આસારામને કોર્ટ આજે સજા સંભળાવશે - દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત, અન્ય આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

asaram
મંગળવાર, 31 જાન્યુઆરી 2023 (08:55 IST)
આસારામ સહિત કુલ 7 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો
 
ગાંધીનગર, 30 જાન્યુઆરી 2023 સોમવાર
 
આસારામ સામે દુષ્કર્મ આજે ગાંધીનગર સેશન્સ કોર્ટ ચુકાદો આપવામાં આવ્યો છે. 2013ના દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર થયાં છે. તે સિવાયના અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. આસારામ સહિત કુલ 7 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આસારામ સિવાયના તમામ આરોપીઓને જામીન મુક્ત કરી દેવાયા હતાં. કોર્ટ આવતીકાલે સજાનું એલાન કરશે. 
 
જોધપુર કોર્ટમાં જઈને આસારામની સહીઓ પણ લેવાઈ હતી
ગાંધીનગર કોર્ટમાં દુષ્કર્મ કેસ મામલે ગત ઓગસ્ટ મહિનામાં આસારામ સહિતના આરોપીઓના નિવેદનો લેવાયા હતાં. જેમાં જોધપુર જેલમાં બંધ આસારામ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર સેસન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટ કમિશન દ્વારા જોધપુર કોર્ટમાં જઈને આસારામની સહીઓ પણ લેવાઈ હતી. 
 
 
આસારામ હાલ જોધપુર જેલમાં બંધ
આસારામને દુષ્ક્રમના અન્ય એક કેસમાં સજા પડી હોવાથી હાલ તે જોધપુર જેલમાં બંધ છે. ગાંધીનગર કોર્ટમાં તેમની સામે જે કેસ ચાલી રહ્યો છે તેમાં આસારામને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાજર રાખવામાં આવે છે. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જેલમાં બંધ છે. થોડા સમય પહેલા તેમના દ્વારા જામીન પણ માગવામાં આવ્યા હતા. પરંતુ, કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.
 
આ કેસ શું હતો ?
આસારમ પર એક છોકરી પર દુષ્કર્મ કર્યા હોવાના આરોપો લાગ્યા હતા. એક સગીરાના માતા પિતાના ફરિયાદ કર્યા બાદ આસારામને મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી પકડવામાં આવ્યા હતા. આ પછી 2018માં દુષ્કર્મ અને અન્ય ગુનાઓ હેઠળ તેમણે આજીવન કેદની સજા આપવામાં આવી હતી.ટ

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

1 ફેબ્રુઆરી 2023થી બદલાશે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર