Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં સૌ પ્રથમવાર બન્યું હાઈ-ટૅક સેન્ટર, રમતવીરો અને ખેલાડીને મળશે અદ્યતન સારવાર

Webdunia
શુક્રવાર, 6 ડિસેમ્બર 2019 (11:09 IST)
રમતગમત સંબંધિત ઇજાના નિવારણ અને પુનર્વસનને સમર્પિત ગુજરાતનું પ્રથમ સેન્ટર ‘આર્થ્રો વન સ્પેશિયાલિટી ક્લિનિક’ હાલમાં જ અમદાવાદ ખાતે લૉન્ચ થયું હતું, જેના પરિણામસ્વરૂપ રાજ્યમાં ઑર્થોપેડિક આર્થ્રોસ્કૉપી એક નવા સ્તરે પહોંચી ગઈ છે. રમતવીરો અને ખેલાડીને સર્વસામાન્ય રીતે થતી ઇજાઓના અસરકારક વ્યવસ્થાપન માટેની રાજ્યની પ્રથમ સમર્પિત ફેસિલિટી ગણાતા આ હાઈ-ટૅક સેન્ટરનું ઉદ્ઘાટન ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે થયું હતું. આ સ્પેશિયાલિટી ક્લિનિકના લૉન્ચની જાહેરાત અમદાવાદમાં બુધવારના રોજ કરવામાં આવી હતી.
એમએસ ઑર્થોપેડિક અને અમેરિકાની ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાંથી સ્પોર્ટ્સ મેડિસિનમાં માસ્ટર ડૉ. નિલેશ શાહ દ્વારા સ્થાપિત આ સેન્ટર અત્યાધુનિક ઉપકરણોથી તથા શક્ય એટલા ઓછાં વાઢકાપની સાથે રમતગમત સંબંધિત અને ખેલાડીઓને થતી વિવિધ પ્રકારની ઇજાઓનો સર્વસામાવેશી ઇલાજ કરવા માટે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ છે. 
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન, એશિયન એન્ડ સ્વિમિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના કન્સલ્ટન્ટ તથા ઇન્ટરનેશનલ સોસાયટી ઑફ આર્થ્રોસ્કૉપી, ની સર્જરી એન્ડ ઑર્થોપેડિક સ્પોર્ટ્સ મેડિસિન (આઇએસએકેઓએસ)ની કમિટીના સભ્ય ડૉ. શાહએ જણાવ્યું હતું કે, ‘સ્પોર્ટ્સ મેડિસિન એ એક નિવારક વિજ્ઞાન છે, જે રમતગમત સંબંધિત ઇજાઓના નિવારણ અને ઇલાજ માટે શક્ય એટલી ઓછી વાઢકાપ કરનારી ઉપચાર પદ્ધતિનો ઉપયોગ કરે છે. મોટાભાગના કિસ્સાઓમાં ઇજાઓનું નિવારણ નોન-સર્જિકલ રીતે કરવામાં આવે છે અને સર્જરીને તૃતીય સ્તરના ઇલાજ તરીકે પસંદ કરવામાં આવે છે. આર્થ્રો વન ખાતે અમે આર્થ્રોસ્કૉપી અને સ્પોર્ટ્સ મેડિસિનમાં નિષ્ણાત ડૉક્ટરોની એક સમર્પિત ટીમ ધરાવીએ છીએ. તેઓ સાંધાની ઇજાના ઇલાજ, ઘૂંટણ, ખભા, કોણી, નિતંબ અને ઘૂંટીના સાંધાઓની જાળવણી અને પુનર્નિર્માણ તથા રમતગમત સંબંધિત પુનર્વસન જેવી બાબતોમાં વ્યાપક અનુભવ ધરાવે છે.’
રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર યુવાનોને રમતગમતમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી રહી છે અને તે સમગ્ર દેશમાં રમતગમત સંબંધિત આંતરમાળખાંની રચના કરવાની દિશામાં ઝડપથી કામગીરી કરવાનું વલણ ધરાવે છે. ભારતમાં રમતવીરો અને ખેલાડીઓની સંખ્યા સતત વધતી જઈ રહી હોવા છતાં સ્પોર્ટ્સ અને ફિટનેસ મેડિસિનનું ક્ષેત્ર હજુ પણ આપણાં દેશમાં ભાંખોડિયા ભરી રહ્યું છે.
 
ડૉ. શાહે આગળ જણાવ્યું હતું કે, ‘યુવાનો સ્પોર્ટ્સ અને એથલેટિક્સને સમર્પિત થઈ શકે તે માટે તેમના માટે તકોમાં સતત વધારો થઈ રહ્યો હોવાની સાથે રમતગમત સંબંધિત ઇજાઓના નિવારણ, ઇલાજ અને પુનર્વસન માટેના એક સમર્પિત સેન્ટરની પણ જરૂરિયાત વર્તાઈ રહી છે. આર્થ્રો વન ખાતે અમારા નિષ્ણાતોની ટીમનો એકમાત્ર પ્રયાસ રમતવીરોને ઝડપથી સાજા કરવાનો અને તેમને આગળ વધુ ઇજાઓ થતી નિવારવાનો છે, જેથી કરીને તેઓ શક્ય એટલા વહેલાં તેમની રમતગમત સંબંધિત પ્રવૃત્તિઓમાં પાછા ફરી શકે.’
 
આ સેન્ટર રમતગમત સંબંધિત પુનર્વસન અને તાલીમ માટેના અત્યાધુનિક ઉપકરણોની સાથે-સાથે અત્યાધુનિક સુવિધાઓ પણ ધરાવે છે, જે રમતવીરોને મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમના દુઃખાવા, ઇજા અને માંદગીમાંથી સાજા થવામાં મદદરૂપ થાય છે. લક્ષિત ચિકિત્સકીય હસ્તક્ષેપો મારફતે આ સેન્ટર લોકોને કસરત, ફીઝિયોથેરાપી અને મૂવમેન્ટ દ્વારા તેમના સ્વાસ્થ્યને જાળવવામાં, તંદુરસ્તીને સુધારવામાં, દુઃખાવો ઘટાડવામાં, ઇજામાંથી સાજા થવામાં તેમજ તેને નિવારવામાં પણ મદદરૂપ થઈ શકે છે. 
 
આર્થ્રો વન ખાતે નિષ્ણાતોની ટીમ આર્થ્રોબાયોલોજિક્સ, સ્ટેમ સેલ્સ જેવી આધુનિક ચિકિત્સા પદ્ધતિઓમાં તથા રમતગમત સંબંધિત ઇજાઓના ઇલાજ અને નિવારણના વિકાસ સંબંધિત પરિબળોમાં નિષ્ણાત છે, જેને જરૂરિયાત મુજબ લાગુ કરી શકાય છે. ડૉ. નિલેશ શાહની સાથે આર્થ્રો વનની નિષ્ણાતોની ટીમમાં ડૉ. સંજય ત્રિવેદી, ડૉ. કલ્પેશ ત્રિવેદી અને ડૉ. પ્રવીણ સારદા (જેઓ આર્થ્રોસ્કૉપિક સર્જરીમાં નિષ્ણાત છે)નો તથા રમતગમત સંબંધિત પુનર્વસનના અન્ય નિષ્ણાતોની સાથે ડૉ. પાર્થવ પટેલનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

એર ઈન્ડિયાની પાઈલટ સૃષ્ટિના મોતનું રહસ્ય ખુલ્યું, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જાણીને ચોંકી જશો

Video: ઓસ્ટ્રેલિયાની રાજધાની કૈનબરા પહોચી ભારતીય ક્રિકેટ ટીમ, પ્રધાનમંત્રી એંથોની અલ્બાનીજ સાથે કરી મુલાકાત

Blast in Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર થિયેટર પાસે બ્લાસ્ટ

ISKCON Ban in Bangladesh - બાંગ્લાદેશમાં ઈસ્કૉન મંદિર કેમ ટારગેટ પર છે ? ત્યા તેના કેટલા મંદિર અને સંપત્તિઓ

આગળનો લેખ
Show comments