ગાંધીનગર ખાતે બુધવારથી ચાલુ કરવામાં આવેલા વિદ્યાર્થી આંદોલનને મોટી સફળતા મળી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી બિનસચિવાલય પરીક્ષા રદ કરવાનું વિદ્યાર્થીઓનું આંદોલન વધુને વધુ મજબૂત બનતાં વિદ્યાર્થીઓની મહેતન આખરે રંગ લાવી છે. વિદ્યાર્થીઓના વિરોધ સામે અંતે સરકાર ઝૂંકવું પડ્યું છે. રૂપાણી સરકારે પરીક્ષાર્થી નેતાઓના પ્રતિનિધિ મંડળને મંત્રણા માટે આમંત્રણ આપ્યું હતું. જેના બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જિલ્લા કલેક્ટરને મળ્યા હતા. ત્યારે હવે બિનસચિવાલય પરીક્ષા મામલે એસઆઈટી (SIT) ની રચના કરવામાં આવશે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
બિનસચિવાલય કલાર્કની ભરતીમાં થયેલી ગેરરીતિ અને તે મામલે વિદ્યાર્થીઓ કરેલા વિરોધ-પ્રદર્શન બાબતે હાર્દિકે નિવેદન આપતા કહ્યું કે રીતે યુવાનો માર મારવામાં આવ્યો છે. ચિંતાનો વિષય એ છે કે 10 લાખ યુવાનોએ આપેલી પરીક્ષામાં થયેલી ગેરરીતિ બાબતે સરકાર કેમ જાગૃત ન થઈ તે સવાલ છે. હાર્દિક પટેલે પણ પરીક્ષા રદ કરીને ફરીથી યોગ્ય રીતે પરીક્ષા લેવાય તેનું સમર્થન કર્યું હતું. સરકાર યુવાનો સાથે વારંવાર છેડછાડ કરી રહી છે.સરકારે યુવાનોનો વિરોધ દબાવવા અને મુદ્દાને ડાયવર્ટ કરવા માટે તાત્કાલિક ધોરણે હેલ્મેટનો કાયદો હળવો કર્યો એવો આરોપ પણ હાર્દિક પટેલે કર્યો હતો.
તો બીજી તરફ ગાંધીનગરમાં વિદ્યાર્થીઓના આંદોલનમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સામેલ થાય તેવી શક્યતા છે. જોકે હાર્દિક પટેલના આગમન પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે મોટું નિવેદન આપ્યુ છે. તેઓએ કહ્યુ છે કે હાર્દિક પટેલનું વ્યક્તિગત સ્વાગત છે. પરંતુ નેતા તરીકે વિરોધ થશે. અને કોઈ પાર્ટીનો ખેસ ધારણ કરીને આવે તે ક્યારેય મંજૂર નથી.