Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાર્દિક ફરી આંદોલનના માર્ગે ૧૩ નવેમ્બરે પડધરીથી શરૂ કરશે પ્રતીક ઉપવાસ

હાર્દિક ફરી આંદોલનના માર્ગે ૧૩ નવેમ્બરે પડધરીથી શરૂ કરશે પ્રતીક ઉપવાસ
, મંગળવાર, 12 નવેમ્બર 2019 (14:06 IST)
રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન સંદર્ભે  સરકાર અને વિમા કંપની ઓ પાસેથી વળતર મળે  તેવી માંગ સાથે હાર્દીક આંદોલનના માર્ગે નિકળ્યો 13 નવેમ્બરને બુધવારના રોજ હાર્દીક પડધરી ખાતે થી પ્રતિક ઉપવાસની શરૂઆત કરશે ઉપવાસના એક દિવસ અગાઉ હાર્દીકે ખેડૂતોને એક થવા માટે હાકલ કરતી પોસ્ટ સોશીયલ મિડિયા પર વાઇરલ કરી જેમાં હાર્દીકે લખ્યુ કે  ખેડૂતો તરીકે જ એક ઓળખ ઊભી કરવી પડશે   જાત-પાત જ્ઞાતિ કે પક્ષના-પક્ષી થી અલગ થઈ એક ખેડૂત તરીકે જ આગળ આવી લડત આપવી પડશે હાર્દીકે રાજકીય પક્ષો ને એકબાજુ મુકી ફક્ત ને ફક્ત ખેડૂતો ના નાતે આપણે હાજરી આપવા આહવાન કરીને કહ્યુ કે  ખેડૂતો માં હજુ સંગઠન શક્તિ નો મોટો અભાવ જોવા મળે છે તેણે વળતર માટે ઠાગાઠૈયા કરતી વિમા કંપનીઓ સામે એક થવા કરી હાકલ કરી અને ખેડૂતો માટે કોઈ પણ વ્યક્તિ પ્રતિનિધિત્વ કરતાં હોય તેને આપણે કાયમ સપોર્ટ કરવાની અપીલ કરી સાથેજ ખેડૂતો ને આ તમામ રાજકીય પક્ષો જાત-પાત છોડી એક ખેડૂત તરીકે જ એક મંચ ઉપર આવવાનો સમય પાક્યો હોવાનુ કહયુ ઝી ચોવીસ કલાક સાથેની વાતમાં હાર્દીકે કહ્યુ કે આ પ્રતિક ઉપવાસ સત્યાગ્રહની શરૂંઆત છે  એક પણ કંપનીએ ખેડુતોને પાક વિમા આપ્યા નથી અને સરકાર તરફથી કોઇ નક્કર આયોજન થયું નથી  સૌરાષ્ટ્ર ના વિસ્તારથી પરિચય વધારે હોવાથી પડધરીથી શરૂઆત કરવાની છે અને ગામડે ગામડે જઇ ખેડૂતોની લડાઈને મજબુત કરવામાં આવશે આજે ખેડૂત પોતાના ઉત્પાદનની કિંમત નક્કી કરી શકતો નથી  ખેડૂત દિવસે દિવસે પાયમાલ થઇ રહ્યો છે દિવસે દિવસે ખેડુતોની આત્મહત્યાના બનાવ વધી રહ્યા છે  માટે ખેડુતોની લડાઇ લડવા માટે નિકળ્યા છીએ કૃષિ મંત્રી કે સરકારના કોઇ અન્ય મંત્રીએ ખેડુતોના ખેતર કે પાકની મુલાકાત લીધી નથી  ભાજપના લોકો ખેડૂતો મુદ્દે રાજકારણ કરે છે   વિમા કંપનીના પૈસા મંત્રીઓએ ખાવા છે  પડધરીના ઉપવાસ માટે ભાજપાના તમામ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે ઉપવાસ ખેડૂતના નેજા હેઠળ છે અને હાર્દીક તેનો સમર્થક છે  જો ખેડૂતોની લડાઇ ન લડ્યા તો ખેડુતોની આત્મહત્યાના કિસ્સા વધશે રાજકીય વાડા છોડી ખેડૂતોએ એક બનવું પડશે  કોંગ્રેસના શાસનમાં અવાર નવાર આંદોલન  કરતું કિસાન સંધ ક્યાં  ખોવાયું છે નો સવાલ પણ હાર્દીકે કર્યો અનેક નિર્દોષ ખેડૂતોએ આંદોલનમાં જીવ ગુમાવ્યા હતા ભાજપ સરકારમાં કિસાન સંઘ ખોવાઇ ગયું છે આજની સ્થિતિમાં ખેડૂતોએ જાતે આગેવાન બનવું પડશે ભાજપાએ જે આરોપ કરવા હોય એ કરે ખેડૂત માટેની લડાઇ ચાલુ રહેશે પ્રેતિક ઉપવાસમાં ૭૦૦૦ થી વધારે ખેડૂત જોડાશે  એક થી સવા વર્ષ લાંબો સત્યાગ્રહ કરવામાં આવશે  સરકાર પાસે કરોડો રૂપિયા પડ્યા છે તો તે ખેડૂત સુધી પહોંચતા કેમ નથી અમારો અવાજ સરકાર સુધી પહોંચશે અને સરકારે સાંભળવું પણ પડશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખેડૂતોને મળશે જમીનનો ૭ ગણો ભાવ, સરકાર ટૂંક સમયમાં કરશે જાહેરાત