Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના : કરજણ તાલુકામાં મોટી ક્રેન તૂટી પડતા દબાઈ જવાથી એકનું મોત

Webdunia
ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (13:42 IST)
ક્રેન તુટી પડતાં 8 દબાયા- મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં આજે સવારે કરજણ તાલુકાના કંબોલા ગામ પાસે સર્જાયેલી એક દુર્ઘટનામાં એક શ્રમજીવીનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે શ્રમજીવીને સામાન્ય ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે કંબોલા ગામ પાસે ખેતરમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની હોવાથી ત્યાં L&T કંપની દ્વારા બ્રિજ ઉપર મોટી ક્રેન ગોઠવીને કામકાજ ચાલી રહ્યું છે ત્યારે આ ક્રેન અચાનક નીચે તૂટી પડતા ક્રેન નીચે દબાઈ જવાથી શ્રમજીવી મોતને ભેટ્યો હતો. બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

આ કામગીરી હાલ કરજણ તાલુકાના માંગરોલ-સાપા પાટિયા પાસે ચાલી રહી છે. જ્યાં આજે વિશાળ ક્રેન મારફતે ગર્ડર ગોઠવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હોવાનું જાણવા મળ્યું હતું.1100 ટન વજન અને 40 મીટર લંબાઈનો આરસીસીનો બ્લોક લઈ ક્રેન બુલેટ ટ્રેનની લાઈન પર મૂકવા જતી હતી. બાદમાં આ બ્લોક મૂક્યા પછી ક્રેન પરત ફરતી હતી ત્યારે દુર્ઘટના બની હતી. આ ઘટનાને લઈ શ્રમિકોએ સુપરવાઈઝર પર રોષ ઠાલવ્યો હતો. ધારાસભ્ય, મામલતદાર સહિતના અધિકારીઓ અને નેતાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે.નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા મુજબ આજે વડોદરા નજીક કરજણમાં મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર બાંધકામ સાઈટ પર ગર્ડર લોન્ચરની કામગીરી 14 કિમી સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આજે વડોદરા નજીક તેના નવા લોન્ચિંગ સ્થાને ક્રેન પહોંચી હતી. ક્રેનને ગર્ડર ટ્રાન્સપોર્ટરની ટોચ પર લોન્ચિંગ સ્થાન પર ખસેડવામાં આવી હતી. ગર્ડર ટ્રાન્સપોર્ટરમાંથી અનલોડ કરતી વખતે ક્રેનનો વ્હીલ બેઝ જામ થઈ ગયો હતો આથી લોંન્ચિંગ કરતી વખતે ક્રેનના એક ભાગને નુકસાન પહોંચ્યું હતું. વ્હીલ બેઝ ચેક કરવાનો પ્રયાસ કરી રહેલો એક કામદાર ફસાઈ ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો. નાની ઈજાઓ સાથે અન્ય છ કામદારોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra Polls - જો તમે મારો સાથ નહી આપો તો હુ સંન્યાસ લઈ લઈશ, મહારાષ્ટ્રની જનતાને ઉદ્ધવ ઠાકરેની ભાવુક અપીલ

ઔરંગાબાદ પૂર્વમાં ચૂટણી સભા કરવા પહોચ્યા અસરુદ્દીન ઓવૈસી, બોલ્યા - જો 2 સીટ પણ જીતી ગયા તો 288 પર ભારે પડશે

Earthquake: ગુજરાતમાં ભૂકંપના ઝટકા, રાજસ્થાન સુધી કાંપી ધરતી, 4.2 ની રહી તીવ્રતા

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિત શર્માના ઘરે આવ્યા ગુડ ન્યુઝ, બીજીવાર બન્યા પિતા

આગળનો લેખ
Show comments