Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમં 98 હજારની કિંમતના 9 કિલો ગાંજા સાથે એક મહિલા સહિત બેની ધરપકડ

Webdunia
ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (13:35 IST)
gujarat news
મહિલા ગાંજાની ડિલીવરી કરવા જતી હતી અને એસઓજી ક્રાઈમના હાથે ઝડપાઈ ગઈ
અગાઉ ડ્રગ્સની હેરાફેરીમાં બે મહિલાઓ સહિત ચારની ધરપકડ કરાઈ હતી
 
અમદાવાદઃ શહેરમાં નશાનો કારોબાર વધુ ફેલાઈ રહ્યો છે. શહેરમાં ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરીના બનાવો સામે આવી રહ્યાં છે. વિદેશી દારૂની હેરાફેરી પણ શહેરમાં હવે સામાન્ય બની ગઈ હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. શહેરમાં 98 હજારની કિંમતના 9 કિલો ગાંજા સાથે એક મહિલા સહિત બે આરોપીઓની એસઓજી ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. 
 
9 કિલો 848 ગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરમાં નશાના કારોબારને અટકાવવા માટે પોલીસ કામ કરી રહી છે. એસઓજી ક્રાઈમના અધિકારીઓને મળેલી બાતમીના આધારે શહેરમાં કેમ્પ હનુમાન મંદિરની બાજુમાં આવેલ સિમરન ફાર્મ એન્ડ રેસ્ટોરન્ટ પાસે જાહેરમાં ગાંજાની ડિલિવરી કરવા જતી એક મહિલા અને એક શખ્સને એસઓજી ક્રાઈમે ઝડપી પાડ્યાં છે. બાબુભાઈ ભાટી અને ડાહીબેન સોલંકીને ઝડપીને તેમની પાસેથી 98,480 રૂપિયાની કિંમતનો 9 કિલો 848 ગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. 
 
બે દિવસમાં જ 17.35 લાખનું ડ્રગ્સ પકડાયું હતું
તાજેતરમાં જ શહેરમાંથી બે દિવસમાં જ 17.35 લાખનું ડ્રગ્સ પકડાયું હતું. જેમાં બે મહિલાઓ સહિત ચારની ધરપકડ કરવામાં આવી હતી. SOG ક્રાઈમ દ્વારા 17 લાખનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. અગાઉ  NDPSના ગુનામાં ઝડપાયેલા જાવેદ ખાન ઉર્ફે બાબા બલોચને આ વખતે પણ ડ્રગ્સના કેસમાં પકડાયો હતો. અમદાવાદમાં ડ્રગ્સ પેડલરો વધી રહ્યાં છે. શહેરમાં અનેક વખત ડ્રગ્સની હેરાફેરી કરતાં પેડલરો પકડાતા હોય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ કાળા બીજને સવારે હુંફાળા પાણીમાં ભેળવીને ખાલી પેટ પીશો તો ઝડપથી ઘટશે વજન, ડાયાબીટીસ પણ થશે કંટ્રોલ

જ થી શરૂ થતા છોકરીના નામ |

Monsoon Tips - ચોમાસામાં તુલસી રામબાણ તરીકે કરે છે કામ, આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આપશે રાહત

વજન ઉતારવા માટે છાલટાવાળી મગની દાળ છે અસરકારક, થોડાક જ મહિનામાં પિગળી જશે ચરબી, જાણો કેવી રીતે કરશો સેવન

Monsoon Tips- ખૂબ કામના છે આ 4 ટિપ્સ માનસૂનના સમયે ફ્લોરની સફાઈમાં પરેશાની નહી થશે

વધુ જુઓ..

નવીનતમ

સામૂહિક લગ્નમાં નવા યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર, જોવા મળ્યો રોયલ અંદાજ

વિશ્વ જોક્સ દિવસ - વાયરલ જોક્સ - સંબંધીઓ

Rhea Chakraborty Birthday : રેડિયો જોકીના રૂપમાં શરૂ કર્યુ હતુ કરિયર, વિવાદો સાથે રહ્યો છે સંબંધ

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

આગળનો લેખ
Show comments