માંગરોળના મોટા બોરસરા ગામે આવેલી નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતર થવાથી ચાર લોકોના ગૂંગળામણથી મોત નિપજ્યા છે. કેમિકલવાળા ડ્રમ ખોલતા ગેસ ગળતર થયુ હતુ. જેમા ચાર કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. તમામના મૃતદેહનો કીમની સાધના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાસ્થળે પહોંચેલા મામલતદાર પાર્થ જયસ્વાલે જણાવ્યું કે, મોટા બોરસરા ગામમાં સાંજે 4 વાગ્યાના સુમારે સમાચાર મળતાની સાથે જ નીલમ ઈન્ડસ્ટ્રીયલમાં સામગ્રીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, ડ્રમનું ઢાંકણ પડતાની સાથે જ કેમિકલના ડ્રમ પાસે પાંચ કર્મચારીઓ હાજર હતા. ગેસ છોડવાને કારણે પાંચેય બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ પાંચેયને નજીકની સાધના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં પાંચમાંથી ચારને મૃત જાહેર કરવામાં આવ્યા છે અને એક વ્યક્તિ સારવાર હેઠળ છે
એક મૃતકના ભાઈના જણાવ્યા મુજબ કેમિકલ વેસ્ટ ઉઠાવતા સમયે ડ્રમ બ્લાસ્ટ થયો હતો. જેમા તેમના ભાઈનું ગૂંગળાઈ જવાથી મોત થયુ છે. તેમના જણાવ્યા મુજબ અગાઉ પણ નવસારીમાં આ પ્રકારે કેમિકલ બ્લાસ્ટ થયો હતો. કેમિકલ બ્લાસ્ટ થતા ચાર લોકોના મોત થયા છે. મૃતક છેલ્લા 10 વર્ષથી નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હતા. આ કેસમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલની ટીમે કેમિકલના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે, તેમજ કંપનીના માલિકની પોલીસે ધરપકડ કરી છે.