Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના કહેર યથાવત: 14 હજાર વધુ નવા કેસ, સતત ઘટી રહ્યો છે રિકવરી રેટ

Webdunia
શનિવાર, 24 એપ્રિલ 2021 (20:25 IST)
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જોતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ કોરોનાના આંકડા કુદકેને ભુસકે વધી રહ્યા છે. રાજ્યમાં આજે 14,097 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 6,479 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 3,67,972 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ઘટીને 76.38 ટકાએ પહોંચ્યો છે. 
 
અત્યાર સુધીમાં કુલ 92,99,215 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 18,71,782 નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 1,11,70,997 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે ઉંમરનાં અને 45થી 60 વર્ષનાં કુલ 76,136 લોકોને પ્રથમ ડોઝ અને 80,910 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું. જો કે રાજ્યમાં હજી સુધી કોઇને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
રાજ્યમાં આજે કોરોનાના નવા 14,097 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 6,479 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ ગગડીને 76.38 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3,67,972 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 1,07,594 એક્ટિવ કેસ છે. જ્યારે 396 લોકો વેન્ટિલેટર પર છે. 1,07,198 લોકો સ્ટેબલ છે. 3,67,992 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 6,171 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 152 લોકોનાં મોત નિપજ્યાં છે. 
 
અમદાવાદ કોર્પોરેશન 25, સુરત કોર્પોરેશન 15, રાજકોટ કોર્પોરેશન 8, વડોદરા કોર્પોરેશન 9, જામનગર કોર્પોરેશન 8, ભાવનગર કોર્પોરેશન 4, જુનાગઢ કોર્પોરેશન 2, સુરત 3, મહેસાણા 4, બનાસકાંઠા 3, જામનગર 5, વડોદરા 5, પાટણ 2, ગાંધીનગર 2, ભાવનગર 4, જુનાગઢ 2, તાપી 1, અમરેલી 2, વલસાડ 2, સુરેન્દ્રનગર 6, અમદાવાદ 1, સાબરકાંઠા 6, મહિસાગર 2, મોરબી 5, રાજકોટ 4, અરવલ્લી 2, અને દેવભૂમિ દ્વારકા 2, બોટાદ 1, ડાંગ 3 એમ કુલ 152 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.

સંબંધિત સમાચાર

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments