અમદાવાદ ગુજરાતમાં કોવિડ -19 ના 2,815 નવા કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીમાં કોઈ પણ એક દિવસમાં સૌથી મોટી સંખ્યા છે. રાજ્યમાં ચેપના કુલ કેસ વધીને 3,15,563 પર પહોંચી ગયા છે. એક અધિકારીએ આ માહિતી આપી. જ્યારે કે 2024 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ સુરતમાં 8, અમદાવાદમાં 4, અમરેલી અને વડોદરામાં 1-1 મળી કુલ 14 દર્દીના મોત થયાં છે. આ પહેલા 7 ડિસેમ્બરે 14 દર્દીના મોત થયા હતા. આમ લગભગ 4 મહિને ફરી 14 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4566એ પહોંચ્યો છે. જ્યારે હોસ્પિટલોમાંથી રજા મળ્યા બાદ અત્યાર સુધી 2,96,713 લોકોને સ્વસ્થ થયા છે. રિક્વરી રેટ 93.81 ટકા થયો છે. અત્યાર સુધીમાં 2 લાખ 98 હજાર 737 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 15,135 એક્ટિવ કેસ છે, જેમાંથી 163 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 14,972 દર્દીની હાલત સ્થિર છે.
વન મંત્રી ગણપતસિંહ વસાવા અને શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી પણ કોરોનાગ્રસ્ત થયા છે.
રાજ્યમાં છેલ્લા 43 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 18 હજાર 238ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,566 થયો છે. સરકારની એક રજૂઆતમાં કહેવામાં આવ્યું છે કે શનિવારે રાજ્યના 3,71,055 લોકોને કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો, જ્યારે 45 વર્ષથી ઉપરના 32,624 લોકોને બીજી માત્રા મળી હતી.