Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાવધાન ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, 675 નવા કેસ નોંધાયા

સાવધાન ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, 675 નવા કેસ નોંધાયા
, બુધવાર, 10 માર્ચ 2021 (20:50 IST)
ગુજરાતામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. બુધવારે રાજ્યમાં કોરોનાના 675 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના દર્દીઓનો આંકડો 2,75,197 સુધી પહોંચી ગયો છે. કોરોના કારણે આજે રાજ્યમાં એકપણ મોત નિપજ્યું નથી. રાજ્યમાં કુલ મોતની સંખ્યા 4418 પહોંચી ગઇ છે. તો બીજી તરફ સમગ્ર વિસ્તારમાં સૌથી વધુ 161 કેસ સુરતમાં અને 141 કેસ અમદાવાદમાં મળી આવ્યા છે.  
 
જો કે, રાજ્યમાં કુલ 2,67,250 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 97.11 થઇ ચુક્યો છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 17,13,467 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 4,19,19,798 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. 
 
આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,30,426 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
 
રાજય સ૨કા૨ના આરોગ્ય વિભાગની અસ૨કા૨ક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે અને કોરોલાના કેસો કાબુમાં આવ્યા હતા. જો કે હવે ફરી એકવાર કોરોનાની સ્થિતી ગંભીર બની રહી છે. રાજયમાં બોટાદ, ડાંગ, વલસાડ અને પોરબંદર એમ કુલ 04 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં કોવિડ-19 ના 675 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 484 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 97.11 ટકા જેટલો છે. આરોગ્ય વિભાગની સતત કામગીરીના કારણે 2,67,250 કુલ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
 
જો રાજ્યમાં એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3529 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 47 છે. જ્યારે 3482 લોકો સ્ટેબલ છે. 2,67,250 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,418 લોકોનાં મોત નિપજ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બદામ વજન ઘટાડવામાં કરે છે મદદ