Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સતત બીજા દિવસે કોરોનાના કેસ 13 હજારને પાર, એક્ટિવ કેસ 1 લાખને પાર

સતત બીજા દિવસે કોરોનાના કેસ 13 હજારને પાર, એક્ટિવ કેસ 1 લાખને પાર
, શુક્રવાર, 23 એપ્રિલ 2021 (22:18 IST)
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જોતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ કોરોનાના આંકડા કુદકેને ભુસકે વધી રહ્યા છે. રાજ્યમાં આજે 13,804 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 5,618 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 3,61,493 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ઘટીને 77.30 ટકાએ પહોંચ્યો છે. 
 
અત્યાર સુધીમાં કુલ 92,15,310 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 17,86,321 નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 1,10,01,631 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે ઉંમરનાં અને 45થી 60 વર્ષનાં કુલ 57,228 લોકોને પ્રથમ ડોઝ અને 76,095 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું. જો કે રાજ્યમાં હજી સુધી કોઇને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
રાજ્યમાં આજે કોરોનાના નવા 13,804 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 5,618 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ ગગડીને 77.30 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3,61,493 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 1,00,128 એક્ટિવ કેસ છે. જ્યારે 384 લોકો વેન્ટિલેટર પર છે. 99,744 લોકો સ્ટેબલ છે. 3,61,493 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 6,019 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 142 લોકોનાં મોત નિપજ્યાં છે. 
 
અમદાવાદ કોર્પોરેશન 21, સુરત કોર્પોરેશન 19, રાજકોટ કોર્પોરેશન 10, વડોદરા કોર્પોરેશન 10, જામનગર કોર્પોરેશન 9, ભાવનગર કોર્પોરેશન 4, જુનાગઢ કોર્પોરેશન 2, ગાંધીનગર કોર્પોરેશન 1, સુરત 2, મહેસાણા 4, બનાસકાંઠા 5, જામનગર 5, વડોદરા 6, પાટણ 2, ભરૂચ 3, ગાંધીનગર 2, ભાવનગર 4, જુનાગઢ 2, દાહોદ 1, પંચમહાલ 1, વલસાડ 2, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 1, સાબરકાંઠા 6, મહિસાગર 1, મોરબી 4, રાજકોટ 3, અરવલ્લી 1, અને દેવભૂમિ દ્વારકા 4 એમ કુલ 142 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઝાયડસ કૈડિલાની વિરાફીન દવાને કોરોના સંક્રમણની સારવાર માટે કટોકટીના સમયમાં DCGIની મળી મંજૂરી