Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઝાયડસ કૈડિલાની વિરાફીન દવાને કોરોના સંક્રમણની સારવાર માટે કટોકટીના સમયમાં DCGIની મળી મંજૂરી

ઝાયડસ  કૈડિલાની વિરાફીન દવાને કોરોના સંક્રમણની સારવાર માટે કટોકટીના સમયમાં DCGIની મળી મંજૂરી
નવી દિલ્હી , શુક્રવાર, 23 એપ્રિલ 2021 (21:23 IST)
કોરોના મહામારીએ દેશમાં હોબાળો મચાવ્યો છે. દેશમાં દવાથી લઈને ઓક્સિજન સુધીની અછત છે. આ દરમિયાન, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI) એ કોરોનાની સારવાર માટે એક બીજી દવાના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. ઝાયડસ કેડિલાની 'વિરાફીન' દવાને કોવિડ -19 ની સારવાર માટે કટોકટીની મંજૂરી આપવામાં આવી છે. રિપોર્ટ્સમાં મુજબ દવા કંપની જાયડસનો દાવો છે કે વિરાફિનના ઉપયોગ પછી સાત દિવસમાં 91.15 ટકા કોરોના સંક્રમિતોને આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આ એંટી વાયરસ દવાના ઉપયોગથી કોરોના દર્દીઓને રાહત મળી છે અને લડવાની તાકત પણ આવી છે. 
 
કંપનીના મુજબ જો કોરોના વાયરસ સંક્રમિત થવાની શરૂઆતમાં જ વિરાફિન દવા આપવામાં આવે છે તો દરદીઓને બીમારીમાંથી બહાર આવવામાં ઘણી મદદ મળશે અને તકલીફ પણ ઓછી થશે. જો કે આ દવાને હાલ ડોક્ટરની સલાહ પછી જ આપવામાં આવશે અને દવા હોસ્પિટલોમાં જ મળશે. કંપનીએ આ દવાની ટ્રાયલ 25 કેંદ્રો પર કરી હતી, જેના પરિણામ સારા રહ્યા છે. 
 
ત્રણ વેક્સીનને તત્કાલ મંજુરી 
 
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સંક્રમણના વિરુદ્ધ દેશમાં ટીકાકરણ અભિયાન ચાલી રહ્યુ છે.  આ અભિયાનમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ કોવિશિલ્ડ, ભારત બાયોટેકની વૈક્સીન કોવોક્સિનનો સક્રિય ઉપયોગ થઈ રહ્યો છે. જો કે, ભારત સરકારે રશિયન રસી સ્પુતનિક-વીને પણ  કટોકટી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે અને માનવામાં આવે છે કે ટૂંક સમયમાં રશિયન રસીથી પણ વેક્સીનેશન શરૂ થશે. દેશમાં રસીકરણનો કાર્યક્રમ 16 જાન્યુઆરી 2021 થી શરૂ થયો હતો. 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વેક્સીનેશનનો કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE IPL 2021, PBKS vs MI: રોહિત શર્માને મોહમ્મદ શમીએ કર્યો આઉટ, પંજાબ કિંગ્સનુ મેચમાં કમબેક