Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં સુરક્ષાની વાતો પોકળ, 20 દિવસની બાળકીની હત્યા કરનાર સતીષ પટણી જેવા લુખ્ખાઓ પોલીસ પકડથી દૂર

Webdunia
શુક્રવાર, 7 જૂન 2019 (11:34 IST)
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે બુટલેગરોએ આતંક મચાવ્યો હતો. જેમાં 20 દિવસની એક બાળકીનો ભોગ લેવાયો છે. બુટલેગરો અને તેના સાગરીતોએ હસન જીવાભાઈની ચાલીમાં ઘરમાં ઘુસી મહિલાઓને માર માર્યો હતો. બાળકીને માથામાં ધોકો મારતા તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ લોકોના ટોળે ટોળા મેઘાણીનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીઓને પકડવા માંગ કરી હતી. જો કે મેઘાણીનગર પોલીસે પોતાની નિષ્ક્રિયતા છુપાવવા માટે રજુઆત કરવા આવેલા લોકો પર સામાન્ય લાઠીચાર્જ કર્યો હતો. હજી સુધી એક પણ આરોપીની મેઘાણીનગર પોલીસ ધરપકડ કરી શકી નથી.શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. લુખ્ખાઓએ આંતક મચાવી એક નિર્દોષ બાળકીની હત્યા કરી નાખી છે. મેઘાણીનગરના હસન જીવાભાઈની ચાલીમાં ગઈકાલે સતીશ પટણી નામનો બુટલેગર અને તેના સાગરીતો ધોકા અને પાઇપ લઈને આવ્યા હતા. બહાર બેઠેલી મહિલાઓને માર મારવામાં શરૂ કર્યું હતું. એક મહિલાના હાથમાં 20 દિવસની બાળકી હતી જેના માથા પર હુમલાખોરોએ ધોકો મારતા બાળકીનું મોત નીપજ્યું હતું. ત્રણ મહિલાઓને ઇજા પોહચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોહચયા હતા. આરોપીઓને પકડવા રજુઆત કરી હતી. પરંતુ મેઘાણીનગર પોલીસે પોતે આરોપીઓ પર ધ્યાન આપવાની જગ્યાએ રજુઆત કરવા આવેલા લોકોને જ ધમકાવી અને તેમના પર સામાન્ય લાઠીચાર્જ કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

આગળનો લેખ
Show comments