Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતના અગ્નિકાંડમાં ભૂંજાયેલા 22 માસુમ વિદ્યાર્થીઓના પરિવારને ન્યાય મળે તે માટે રક્તલિખિત પત્ર પઠવાશે

સુરતના અગ્નિકાંડમાં ભૂંજાયેલા 22 માસુમ વિદ્યાર્થીઓના પરિવારને ન્યાય મળે તે માટે  રક્તલિખિત પત્ર પઠવાશે
, શુક્રવાર, 7 જૂન 2019 (11:29 IST)
સમગ્ર વિશ્વમાં ગુંજેલી સુરતની ગોઝારી ઘટનાને લઈને હજીયે પડઘા શાંત નથી થયાં. ગુજરાતની આ ઘટનામાં જવાબદાર મોટા મગરમચ્છો હજીએ બચી રહ્યાં છે. માત્ર થોડા અધિકારીઓને સસ્પેન્ડ કરી કે ધરપકડ કરીને સમગ્ર ઘટનાને શાંત કરવાની વાત કદાચ લોકો જ સાંખી નથી રહ્યાં.સરથાણાના તક્ષશિલા આર્કેડમાં માર્યા ગયેલા માસૂમોના પરિવારને ન્યાય માટે જનતા સોસાયટીના લોકોએ લોહીથી એક પત્ર લખ્યો છે. આ પત્ર આજે કલેક્ટરને આવેદનપત્ર તરીકે અપાશે. અને મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવશે. લોહીથી લખાયેલા પત્રમાં નાના કર્મચારીઓ સામે કામગીરી કરી મોટામાથાઓને બચાવવા બદલ તંત્રની ઝાટકણી કાઢી છે. આ સાથે પત્રમાં તક્ષશિલા કાંડના તમામ બેદરકારી દાખવનાર જવાબદારો સામે ત્વરિત પગલાં ભરવાની માંગ કરી છે. આ પત્ર કલેક્ટર સહિત, મુખ્યમંત્રી, મુખ્યસચિવ અને પોલીસ કમિશનરને પણ આપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દુબઈમાં ઈદ મનાવી પરત ફરી રહેલા 8 ભારતીય સહિત 17 લોકોનાં અકસ્માતમાં મૃત્યુ