Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દુબઈમાં ઈદ મનાવી પરત ફરી રહેલા 8 ભારતીય સહિત 17 લોકોનાં અકસ્માતમાં મૃત્યુ

Dubai news accident
, શુક્રવાર, 7 જૂન 2019 (11:15 IST)
દુબઈ પોલીસે જાણકારી આપી છે કે એક બસ અકસ્માતમાં 17 લોકોનાં મૃત્યુ થયાં છે અને 5 લોકો ઘાયલ થયા છે. આ ઘટના ઈદ મનાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે બની છે જેમાં 8 ભારતીયોનો સમાવેશ થાય છે.
ગુરુવારે સાંજે 31 લોકોથી ભરેલી બસને અકસ્માત નડ્યો, જેમાં અલગઅલગ દેશોના 31 લોકો સવાર હતા અને તેઓ ઈદની રજાઓ પૂરી કરી ઓમાનથી પરત ફરી રહ્યા હતા.
ખલીલ ટાઇમ્સ મુજબ ઘાયલ તમામ લોકો અને મૃતકોને રાશિદ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
દુબઈ પોલીસે આ દુર્ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.
8 ભારતીયનાં મૃત્યુ થયાં હોવાની વાતને દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસે સમર્થન આપ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજસ્થાન- પાણી માટે બે ગામના ગ્રામીણમાં ખૂની જંગ, આઠ લોકો ઈજાગ્રસ્ત