Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનું ભાજપનું ઓપરેશન કામ ના આવ્યું

હવે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનું ભાજપનું ઓપરેશન કામ ના આવ્યું
, ગુરુવાર, 6 જૂન 2019 (15:44 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો સાથે પાતળી બહુમતી મળી હતી. જે બહુમતીમાં વધારો કરવા માટે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યો તોડવા માટે રાજકીય ખેલ શરૂ કર્યો હતો. જેમાં છેલ્લા એક વર્ષમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 99થી 103 સુધી પહોંચી ગઈ હતી. પરંતુ આજે ભાજપના વધુ ત્રણ ધારાસભ્યોના રાજીનામા બાદ ભાજપનું સંખ્યાબળ ફરી 100 પર પહોંચ્યું છે. જેથી દોઢ વર્ષમાં ભાજપને કોંગ્રેસના પાંચ ધારાસભ્યો તોડવાના ખેલનો ખાસ કોઈ લાભ થયો નહીં અને ભાજપ હતો ત્યાંને ત્યાં 100 પર આવી ગયો છે.  જુલાઈમાં વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે ત્યારે સત્ર દરમિયાન વિવિધ વિધેયકો અને બજેટ પસાર કરવામાં ભાજપને બહુમતી પુરવાર કરવામાં ભારે કશ્મકશ કરવી પડે તેમ છે. રૂપાણી સરકાર સામે ભાજપમાં કેટલાક ધારાસભ્યો નારાજ હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે આ બજેટ સત્રમાં રૂપાણી સરકાર કસોટી થશે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુ ભારતમાં મુસ્લિમોએ રસ્તો જામ કરીને નમાજ અદા કરી... !! જાણો વાયરલ તસ્વીરની હકીકત