Festival Posters

સિંહ વાર્ષિક રાશિફળ 2020 - જાણો કેવુ રહેશે સિંહ રાશિના જાતકો માટે 2020નુ વર્ષ

Webdunia
શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (11:42 IST)
સિંહ રાશિનો સ્વામી સૂર્ય ગ્રહ છે. રાશિચક્રમાં આ રાશિનું પાંચમુ સ્થાન છે. ઈમાનદારી અને ન્યાયપ્રિયતા આ રાશિનો વિશેષ ગુણ હોય છે.  કાર્યોમાં વ્યસ્ત રહેવુ પસંદ કરે છે.  પણ વધુ વાતચીત પસંદ કરતા નથી. કર્જ લેવાથી દૂર રહેવા માંગે છે. મિત્રો સાથે હળીમળીને રહે છે. કોઈ વ્યક્તિ તેમની સાથે છળ કરે છે તો તે ક્રોધિત થઈ જાય છે. તેમને સ્વતંત્ર રહેવુ પ્રિય છે.  તેઓ ચાપલૂસી કરવી પસંદ કરતા નથી.  કોઈપણ વાતને ગોપનીય રાખવી ક્યારેક ક્યારેક મુશ્કેલ થઈ જાય છે.   વડીલોનુ સન્માન કરે છે. કાર્યકુશળ અને પરિશ્રમી હોય છે. 
 
સિંહ રાશિનુ આર્થિક જીવન - વર્ષ 2020માં સિંહ રાશિવાળાને મજબૂત આર્થિક પ્રબંધનની જરૂરિયાત રહેશે.. જુલાઈથી નવેમ્બર સુધીનો સમય નાણાકીય પક્ષ માટે સારો છે.  આ વર્ષે તમે તમારા ખર્ચ પર કંટ્રોલ કરવાની જરૂર રહેશે.   તેનાથી તમારુ બજેટ નહી બગડે. ઘણી બચત અથવા આવકના નવા સ્ત્રોતોનુ સર્જન કરવા માટે પૈસાનુ રોકાણ કરી શકાય છે.  ઘણીવાર તમને એવું અનુભવ થશે કે વગર પ્રયાસ પછી પણ તમારું ધન ખર્ચાઈ ગયું છે પરંતુ આના થી બચવા માટે તમને એક સારી બજેટ યોજના તૈયાર કરવી જોઇએ અને તેના પર અમલ પણ અવશ્ય કરવો જોઈએ। નહીતર તમે તમારી જાત ને નાણાકીય સમસ્યાઓ ની વચ્ચે ઘેરાયેલા જોશો।
 
સિંહ રાશિનુ કેરિયર વેપાર - વર્ષ 2020માં સિંહ રાશિના જાતકોનુ કેરિયર નવી ઊંચાઈઓ પર પહોચી શકે છે.  આ વર્ષે તમારે તમારા કાર્યક્ષેત્રમાં મનપસંદ ફળ પ્રાપ્ત થઈ શકે છે. પણ આ તમારી મહેનત વગર નહી થાય.  તમારી કુંડળીમાં આ વર્ષે શનિ ગ્રહ છઠ્ઠા ભાવમાં રહેશે.  જેનાથી કાર્યક્ષેત્રમાં તમે તમારા શત્રુઓ પર હાવી રહેશો.જો તમે આ વર્ષે કોઈ હરીફાઈમાં ભાગ લેવા માંગો છો તો તમારી જીત થવાની પ્રબળ શક્યતા છે.  
 
સિંહ રાશિનુ પારિવારિક જીવન - આ વર્ષે તમારા પરિજનોની તરફથી સહયોગ પ્રાપ્ત થશે.  માતા તરફથી પ્રેમ અને આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. નિકટના વ્યક્તિઓના આરોગ્યમાં ગડબડ થવાથી તમે થોડા ચિંતિત રહેશો.  પરિજનો સાથે વૈચારિક મતભેદ પણ થઈ શકે છે.  જો કે ભાઈ બહેનો વચ્ચે પ્રેમ અને સૌહાર્દ વધશે.  વર્ષના મધ્યમાં તમે તમારા મિત્રો સાથે કોઈ સ્થાન પર ફરવા જઈ શકો છો. આ દરમિયાન માતા પિતાની સેવા કરવાનો ભાવ મનમાં જાગશે.  આ દરમિયાન તમને સંતાન સુખ પ્રાપ્ત થશે.  વર્ષના અંતમાં તમને તમારા ભાઈઓ તરફથી સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.  વર્ષના અંતમાં પરિવારમાં શાંતિનો ભાવ રહેશે. 
 
સિંહ રાશિનુ પ્રેમજીવન  - નવા વર્ષમાં તમારા લવ પાર્ટનરનો પૂર્ણ સહયોગ મળશે.  પ્રિયતમ તમારા મુશ્કેલ સમયમાં કામ આવશે.  આ વર્ષે તમે તમારા સાથીની સાથે કોઈ શાનદાર સ્થાન પર ફરવા જઈ શકો છો. વર્ષના મધ્યમાં લવ લાઈફ વધુ મધુર થશે.  તમે તમારા સંબંધોને આગળ વધારવા માટે પાર્ટનરને લગ્નની વાત કરી શકો છો. તમને પોતાના પ્રિયતમ સાથે રોમાન્ટિક ક્ષણો પસાર કરવા ની તક મળશે. આ દરમયાન સુખ અને દુઃખ બંને ની ક્ષણો આવશે. પરંતુ આ પ્રેમ માં ડૂબી જવા નો સમય હશે. જાણૂરયિ થી માર્ચ અને અંત અને જુલાઈ થી નવેમ્બર વચ્ચે સુધી નો સમય પ્રેમ જીવન માટે ઘણું સારું રહેશે
 
સિંહ રાશિનુ સ્વાસ્થ્ય જીવન - વર્ષ 2020 સ્વાસ્થ્ય જીવન માટે શુભ સંકેત આપી રહ્યુ છે.  આ વર્ષે તમારી માનસિક અને શારીરિક સ્થિતિ શુભ રહેશે.  એપ્રિલ-જુલાઈ બે મહિનામાં તમને તમારા આરોગ્ય પર ધ્યાન આપવુ પડશે.  વર્ષના અંતમાં પરિજનોમાં કોઈનુ આરોગ્ય બગડી શકે છે. મારે વધારે ચરબીયુક્ત ભોજન થી પણ બચવું જોઈએ કેમકે તમારે વધારે પડતા મોટાપા અને મધુમેહ થી પણ બાઝવું પડી શકે છે. આ સમય ના પછી નવેમ્બર મધ્ય સુધી ના સમય માં તમારું આરોગ્ય સુધરશે અને જૂની માંદગીઓ થી તમે બહાર આવી શકશો. જોકે મધ્ય નવેમ્બર થી ડિસેમ્બર સુધી નું સમય તમને અમુક મુશ્કેલીઓ આપી શકે છે.
 
 
સિંહ રાશિ માટે ઉપાય 
 
.  ઘર અથવા ઓફિસ માં સૂર્ય યંત્ર ની સ્થાપના કરી સૂર્ય ના નકારાત્મક પ્રભાવ ને નષ્ટ કરી શકો છો અને કારકિર્દી માં સફળતા અને સમાજ માં માન સમ્માન માં વધારો પણ કરી શકો છો.
  આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, એક તાંબાના લોટામાં પાણી ભરો અને તેમાં ચોખા, ખાંડ, રોલી નાખો અને તેને સૂર્યદેવને અર્પણ કરો.
- દર સોમવારે ચોખાનું દાન કરો.
- દર ગુરુવારે ગાયને ત્રણ કેળા અથવા ત્રણ ગ્રામ લોટનો લાડુ ખવડાવો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

IOA પ્રમુખ પીટી ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન, પીએમ મોદીએ ફોન પર શોક વ્યક્ત કર્યો

માર્ગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવા બદલ 25,000 નું ઈનામ આપવામાં આવશે! નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી

ટ્રમ્પ પરિવારને આઘાત! મેલાનિયા ટ્રમ્પની ડોક્યુમેન્ટરી ફિલ્મ બ્રિટનમાં મોટી નિષ્ફળતા સાબિત થઈ

તિરુમાલા મંદિરમાં લગ્નના શૂટિંગ દરમિયાન હોબાળો મચી ગયો! છોકરાના કૃત્યથી ભક્તો ગુસ્સે છે

Valentine Week દરમિયાન તમારા જીવનસાથી સાથે ફરવાનું આયોજન કરી રહ્યા છો? આ બજેટ-ફ્રેન્ડલી સ્થળો તમારી સફરને યાદગાર બનાવશે

આગળનો લેખ
Show comments