Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાર્ષિક રાશિફળ મેષ ((અ, લ, ઇ) - જાણો કેવુ રહેશે તમારુ નવુ વર્ષ અને શુ કરશો ઉપાય

webdunia
ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (11:06 IST)
મેષ રાશિફળ 2020 -  મેષ રાશિફળ 2020ના મુજબ મેષ રાશિના લોકો માટે આ વર્ષ ઉત્સાહ અને પરાક્રમથી ભરપૂર રહેશે.  જે જૂના કાર્ય ગયા વર્ષે અધૂરા રહી ગયા હતા તેમને પુરા કરવા માટે આ વર્ષે તમારા સિતારા તમારો સાથ આપશે.  કંઈક નવુ કરી બતાડવા માટે તમે હંમેશા તૈયાર રહો છો. તમે બીજાને પણ આગળ વધવા માટે પ્રેરિત કરો છો. તમે દોસ્તી નિભાવવામાં પણ આગળ રહો છો. પણ આ વર્ષે કોઈ મહિલા મિત્રથી દૂર રહો. આ આપને માટે સારુ રહેશે.   આર્થિક સ્થિતિના હિસાબથી વર્ષની શરૂઆત ખૂબ લાભકારી રહેશે. કોઈ મોટો લાભ તમારી રાહ જોઈ રહ્યુ છે. આ વર્ષે ખર્ચ પર તો કાબુ તમે જાતે જ કરવો પડશે.  કારણ કે રાહુનુ ધન ભાવમાં ગોચર પણ આ વર્ષે થઈ રહ્યુ છે અને મે થી ગુરૂના વક્રી થવાથી તમારા ખર્ચ વધવા માડશે અને ફાલતુ થનારા ખર્ચમાં સપ્ટેમ્બર પછી જ રાહત મળશે. 
 
મેષ રાશિફળ 2020 મુજબ કેરિયર - મેષ રાશિફળ  મુજબ વર્ષની શરૂઆત કોઈ કાર્યથી થશે, તમે તે કાર્ય પૂર્ણ હિંમત અને ઉત્સાહથી કરશો. ભાગીદારીમાં વેપાર કરનારાઓને પણ આ વર્ષ લાભ થશે. માર્ચથી કોઈપણ નવા વ્યવસાય વિશે વિચારી શકાય છે, જેમાં તમને આર્થિક સહાયની જરૂર પડશે, જેના માટે તમારા મિત્રો તમને મદદ કરશે. જો તમને કોઈ સ્ત્રી મિત્ર સાથે કામ કરવાની તક મળશે, તો તમે આગળ ન વધો તો જ  સારું. જીવનસાથી વચ્ચે મે અને સપ્ટેમ્બર વચ્ચેના સંબંધોમાં સાવચેત રહેવાની જરૂર છે, કામ માટે બાકીનો સમય સારો રહેશે. સપ્ટેમ્બર મહિનાથી જ્યારે રાહુનુ ધન ભાવમાં ગોચર કરવથી કાર્યક્ષેત્રમાં થનારા ખર્ચ પર ધ્યાન આપો.  તમારી નીચે કામ કરતા કર્મચારીઓ સાથે પ્રેમથી વ્યવ્હાર કરો અને તેમનો સહયોગ પણ કરો. 
 
કોઈપણ નવા પ્રોજેક્ટ માટે તમારે વિદેશ પ્રવાસ પણ કરવો પડી શકે છે, જેમાં સમય સાથે ધનનો ખર્ચ તો વધુ થશે પણ પરિણામ સકારાત્મક આવશે. નોકરી કરનારાઓ માટે માર્ચનો સમય પ્રમોશન માટે સારો બની રહ્યો છે અને મનપસંદ સ્થાન પર બદલી પણ થઈ શકે છે. સાથે કામ કરી રહેલ સહયોગીઓ સાથે તાલમેલ સારો બનાવવો સારો રહેશે. તમારી મહેનત અને કાર્યમાં તમારા સીનિયર અને બોસની નજર  બનેલી છે.  પ્રમોશન માટે ખૂબ જ સમજદારીથી કામ કરો. થોડીક બેદરકારી  તમને મળનારી તક માટે અવરોધ બની શકે છે.  વર્ષના અંતમા કરવામાં આવેલી તમારી મહેનત તમા રા ભવિષ્યમાં તમારા પ્રોગ્રેસની રાહ જોઈ રહી છે. 
 
મેષ રાશિફળ આર્થિક જીવન - વર્ષના શરૂઆતમાં તમારો આર્થિક પક્ષ સારો રહેશે.  શેર બજારમાં રોકાણ કરવાથી તમને લાભ થશે. જો કે તમારા જમીન-મિલકત સાથે જોડાયેલ મામલે સાવધાની રાખવાની જરૂર છે. નહી તો તમને તેમા દગો થઈ શકે છે. માર્ચમાં વેપાર સાથે જોડાયેલ પ્રવાસ ફળદાયી રહેશે.  બીજી બાજુ એપ્રિલમાં તમારા ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે છે.  જૂનમાં આવકમાં ઘટાદો થવાની શક્યતા છે. બીજી બાજુ ઓગસ્ટમાં ફરીથી પરિસ્થિતિ તમરા આર્થિક જીવનને સબળ કરશે. વર્ષના અંતમા તમારા ખર્ચમાં વૃદ્ધિ થવાની પ્રભળ શક્યતા છે. આ સમય તમને તમારી બચત પર ધ્યાન આપવુ પડશે.  આ વર્ષે તમે કોઈ નવુ વાહન ખરીદી શકો છો. 
 
 
મેષ રાશિફલ 2020 માટે અભ્યાસ 
 
મેષ રાશિવાળા માટે વર્ષની શરૂઆત અભ્યાસને લઈને નવી તક સાથે થશે. આ સમય કરવામાં આવેલી બેદરકારી તમને ભવિષ્યમાં આવનારા સોનેરી તકને તમે ખુદ જ ઉગ્માવી દેશો. જો તમારુ મન અભ્યાસમાં ભટકી રહ્યુ છે તો અત્યારથી ખુદને કાબુમાં કરી લો. જેથી સમય હાથમાંથી નીકળી ન જાય. માર્ચ મહિનામાં કોઈ મિત્રને કારણે તમારુ માનસિક સંતુલન બગડી શકે છે.  તેથી કોઈપણ મિત્રને તમારા અભ્યાસથી વધુ મહત્વ ન આપશો.  જો તમે અનુશાસિત થઈને લગનથી અભ્યાસ કરશો તો આ વર્ષે તમને સફળતાના શિખર સુધી પહોંચવાથી કોઈ નહી રોકી શકે. વિદેશમાં જઈને અભ્યાસ કરવા માંગો છો કે ત્યા માટે કોશિશ કરી રહ્યા છો તો તમને વર્ષના મધ્ય સુધી સફળતા મળી જશે. 
 
મેષ રાશિ 2020 મુજબ પારિવારિક જીવન - આ વર્ષ મિત્રો સાથે આત્મીયતા વધશે.  તેમની સાથે તમારા દુખ દર્દને વહેંચશો. સાસરિયાની તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. પરિવારમાં સાસુ વહુ વચ્ચે મેલજોળ વધશે. પરિવારમાં સાસુ વહુ વચ્ચે મેલજોલ વધશે.  જો સંતાનની શિક્ષામાં કોઈ અવરોધ આવી રહ્યો હશે તો તે દૂર થશે. આર્થિક કારણોથી પરિજનો સાથે સંબંધોમાં ખટાશ આવી શકે છે. એપ્રિલમાં તમારા પરિવારમાં પૂજા પાઠનો કાર્યક્રમ બની શકે છે.  જુલાઈમાં સંતાન તરફથી તમે થોડા પરેશાન રહી શકો છો. તમારી સંતાનને યોગ્ય માર્ગદર્શન કરવુ તમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે.  પરિજનો વચ્ચે સાંમજસ્યનો  ભાવ બન્યો રહે. આ માટે  તમારે પહેલ કરવાની જરૂર રહેશે.  આ વર્ષે એવા લોકોથી દૂર રહો. જે તમારા સ્વાર્થને પ્રાથમિકતા આપતી હોય. કારણ કે તેમનાથી તમને મોટુ નુકશાન થઈ શકે છે. 
 
પ્રેમ અને લગ્ન 
 
આ વર્ષે વૈવાહિક જીવન સારુ રહેશે.  વર્ષના શરૂઆતના મહિનામાં તમારા વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે.  જીવનસાથી તમારી ભાવનાઓને સમજશે. વર્ષના મઘ્યમાં જીવનસાથી સાથે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે. આ દરમિયાન તમારે તમારી લાગણીઓ પર કાબુ રાખવો પડશે. વાત બગડતા સંવાદ કાયમ રાખો. કારણ કે જલ્દીજ સંબંધો સામાન્ય થઈ જશે.  ]
 
વાત બગડતા સંવાદ કાયમ રાખો. કારણ કે જલ્દી જ સંબંધો સામાન્ય થઈ જહે. જો તમે કોઈના પ્રેમમાં છો તો ઓગસ્ટમાં તમને પ્રેમનો એકરાર કરી શકો છો. શક્ય છે કે સાથી તરફથી સકારાત્મક જવાબ મળે.  આ વર્ષે જો પ્રેમ વિવાહ વિશે વિચારી રહ્યા છો તો સપ્ટેમ્બરનો સમય અનુકૂળ છે. તેના પર વાત આગળ વધારી શકો છો. ઓક્ટોબરમાં તમારુ મન ધર્મ અને આધ્યાત્મના પ્રત્યે વધી શકે છે.  તમને સાસારિક વસ્તુઓ બધી બેકાર લાગી શકે છે.  વર્ષના અંતિમ મહિનામાં સાથી  તરફથી તમારી વચ્ચે નિકટતા વધશે. સંબંધોમાં રોમાંસ કાયમ રહેશે. 
 
 
સ્વાસ્થ્ય - આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો 2020નુ વર્ષ તમારી માટે મિશ્રિત રહેશે. વર્ષની શરૂઆતમાં તમારા સ્વભાવમાં ક્રોધની માત્રા વધી શકે છે.  તેના પર તમને કાબૂ મેળવવો પડશે.  વર્ષની શરૂઆતમાં કાર્યની અધિકતાને કારણે તમારી પર માનસિક દબાણ બની શકે છે. કોશિશ કરો કે મનમાં વધુ દબાણ ન લો. તમારા આરોગ્ય પ્રત્યે બેદરકારી રાખવી તમને મોંઘી પડી શકે છે. માર્ચમાં વાહન સાવધાની પૂર્વક ચલાવો. જૂનમાં તમારા ખાવા પીવા પર વિશેષ ધ્યાન આપો.  જુલાઈમાં તમને ત્વચા રોગ થઈ શકે છે. ઋતુમાં પરિવર્તન સમયે તમને તાવ, ખાંસી થઈ શકે છે.   જરૂર પડતા ડોક્ટરની સલાહ જરૂર લો. 
 
 
વર્ષ 2020 માટે મેષ રાશિ માટે ઉપાય 
 
આ વર્ષે નિયમિત રૂપથી દરેક શનિવારે છાયા પાત્રનુ દાન કરવુ મેષ રાશિના જાતકો માટે લાભકારી રહેશે.  એક માટી કે લોખંડના પાત્રમાં સરસવનુ તેલ ભરો અને તેમા તમારા ચેહરાની છાયા જોઈને તેને કોઈ મંદિરમાં દાન કરો. 
 
- તેનાથી વધુ તમે મંગલના શુભ અને સકારાત્મક પ્રભાવોને મેળવવા અને ચર્મ અને લીવર સાથે સંબંધિત રોગોથી બચવા માટે અનંત મૂળની જડ પણ ધારણ કરી શકો છો. 

Share this Story:

Follow Webdunia Hindi

આગળનો લેખ

Happy New Year 2020 - નવા વર્ષે રાશિ મુજબ કરો આ ઉપાય, તમારા બધી ઈચ્છા થશે પૂરી