Happy New Year 2020 - નવા વર્ષે રાશિ મુજબ કરો આ ઉપાય, તમારા બધી ઈચ્છા થશે પૂરી

ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (10:39 IST)
નવા વર્ષમાં જ્યોતિષે બતાવેલા કેટલાક ઉપાયો અપનાવીને દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકાય છે.. તો આવો જાણીએ રાશિ મુજબ કયા ઉપાયો કરવા જોઈએ 
 
મેષ : કામકાજમાં પ્રગતિ, વ્યાવસાયિક ઉન્નતિ, શાંતિ મળશે. આળસ અને અનિયમિતતા વધશે. ધાર્મિક યાત્રાઓનો યોગ, હરીફાઈમાં સફળતા, જીવનમાં સંતોષ રહેશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, મે, સપ્ટેમ્બર અને નવેમ્બર પ્રતિકૂળ રહેશે. શેષ માસ અનુકૂળ અને શુભ પ્રભાવ આપશે. 
 
હનુમાનજી અને શિવની આરાધના અને વૃદ્ધોનું સાનિધ્ય લાભ આપશે. 
 
વૃષભ : કાર્ય પરિવર્તન અને નવા કાર્યો શરૂ થશે. પ્રારંભમાં ખુબ જ પરિશ્રમ કરવો પડશે પરંતુ સફળતા અવશ્ય મળશે. પ્રશંસા અને સન્માન મળશે, પારિવારિક જીવન પણ અનુકૂળ રહેશે. આર્થિક સ્થિતિ સામાન્ય, અનાયાસ ખર્ચ અને સમસ્યાઓ આવી શકે છે. વાદ-વિવાદથી બચશો. સંતાનથી શુભ સમાચાર મળશે. જાન્યુઆરી, ફેબ્રુઆરે, માર્ચ, એપ્રિલ, સપ્ટેમ્બર, ઓક્ટોબર સારા ફળદાયક છે. બાકીના મહિનાઓમાં સાવધાની રાખો. 
 
શિવ અને દેવીની આરાધના કરો, રાહુનું દાન કરો. 
 
 
મિથુન : જૂની ભૂલો પર પસ્તાવો અને અસંતોષ રહેશે. કાર્ય ક્ષેત્રમાં ક્ષમ કરવો પડશે. વિવાદ પણ થઈ શકે છે. કેટલાક કડવા અનુભવો પણ થઈ શકે છે. ધૈર્ય રાખવું પડશે. ગુરૂનો નવમો ગોચર સહાય કરશે. ધીરે-ધીરે કામ બનશે. નોકરી પરિવર્તનનો વિચાર ત્યાગો. અનાયાસ ખર્ચને ટાળો, તણાવથી નિકળવાનો પ્રયત્ન કરો. એપ્રિલ, જૂન, જુલાઈ, ઓક્ટોબર અને ડિસેમ્બર અનુકૂળ છે. બાકીના મહિનાઓમાં સાવધાની રાખો. 
 
ગણેશજી અને ગાયત્રીની આરાધના કરો, પક્ષીઓને ભોજન આપો. 
 
કર્ક : મિશ્રિત સમય રહેશે. શાંતિ, સંયમ, નિયમિતતા અને પૂરતી રૂચિ સાથે કાર્ય કરવું પડશે. સમજૂતિવાદી દૃષ્ટિકોણ રાખો. સ્વાસ્થ્ય બગડી શકે છે, ધ્યાન આપો. પરિવારમાં પણ તણાવથી બચો. અતિ સાહસથી બચો, ખતરો ન લો. નવું રોકાણ પણ ન કરો. નોકરીમાં પરિવર્તન, વિવાદોથી બચો. નાના-નાના નિર્ણય પણ સાવધાનીથી લો. ખર્ચ પર નિયંત્રણ રાખો. જાન્યુઆરી, ફ્રેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, જૂન અને ઓગસ્ટ અનૂકૂળ રહેશે. બાકીના મહીનાઓમાં વિશેષ ધ્યાન રાખો. 
 
શિવજી અને વિષ્ણુજીની આરાધના કરો. અન્ન અને વસ્ત્ર દાન કરો. 
 
સિંહ : સ્વભાવમાં શાંતિ, સંયમ અને અનુશાસન રાખો. ઉત્સાહ બનેલો રહેશે. નવા અવસરોનો લાભ લેવો જોઈએ. દેણાથી રાહત મળશે. આવક વધશે. ક્રોધથી બચો. આદેશોની અવગણના અને બેકારની જિદથી નુકસાન થશે. જ્ઞાનનો ઉપયોગ કરીને સ્થિતિને અનુસાર સ્વંયને ઢાળો. જાન્યુઆરીથી મે સુધી સાવધાની અપેક્ષિત, ત્યાર બાદ સમય અનુકૂળ છે. 
 
સૂર્યની આરાધના અને હનુમાનજીનું પૂજન કરો. 
 
કન્યા : વર્ષ સામાન્ય છે. સંતોષ રાખો. શાંતિથી કાર્ય કરો. પરિશ્રમ વધુ કરવો પડશે. જવાબદારી વધશે. ખર્ચ વધશે. વ્યસનાધીનતા, લોભ. લાલચથી બચો. નવા કામ અને અવસર મળશે, પરંતુ કાર્ય મંદ ગતિથી જ થશે. થાક અને સ્વાસ્થ્યમાં ગડબડી રહેશે. નોકરીમાં સાવધાનીથી કામ લેવું પડશે. જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ, ઓક્ટોબર, નવેમ્બર અનુકૂળ છે. શેષ માસમાં સાવધાની રાખો. 
 
શનિના જાપ, વિષ્ણુ પૂજા અને દાનથી રાહત રહેશે. .
 
 
તુલા : લાભદાયક અને ઉપલબ્ધિકારક સમય રહેશે. ઊર્જાવાન બનેલા રહેશો. પુરસ્કાર અને સન્માનના પણ યોગ બનશે. રોજગારમાં પ્રગતિ, લાભ અને સહયોગ બનેલો રહેશે. પરિવારમાં સ્નેહ અને શાંતિ રહેશે. ગુપ્ત શત્રુ પણ બનશે, ધ્યાન રાખો. વૈચારિક અને માનસિક સંતોષ વધશે. સંતાનથી પણ સુખદ સમાચાર મળશે. જાન્યુઆરી, એપ્રિલ, મે, જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર શુભ છે. શેષ માસ સામાન્ય રહેશે. 
 
દેવીની આરાધના અને દાન કરો 
 
વૃશ્ચિક : ઉત્સાહ અને આત્મવિશ્વાસ બનેલો રહેશે. કાર્યની પ્રશંસા થશે, નવા અવસર મળશે. આવક વધશે. ધમંડથી બચો, વૈચારિક સંતોષ રહેશે. ક્રોધથી બચવું જોઈએ. પત્નીના સ્વાસ્થ્યમાં પરેશાની થશે. સંતાન પક્ષ અને આર્થિક યોગ ઉત્તમ છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, જુલાઈ, ઓક્ટોબરમાં સાવધાની રાખો. શેષ સમય ઠીક છે. 
 
હનુમાનજી અને વિષ્ણુજીની આરાધના કરો, વસ્ત્ર દાન કરો 
 
 
ધનુ : ઉત્સાહ- આત્મવિશ્વાસ વધશે. યોગ્યતા અનુભવથી રસ્તો મળશે. પરિવારમાં પ્રસન્નતા રહેશે. સંતાનની શિક્ષાથી સંબંધિત શુભ સમાચાર મળશે. ભાગીદારી અને નવી યોજનાઓમાં યશ મળશે. નોકરીમાં પરિવર્તનના અણસાર, સાવધાની રાખો, પદોન્નતિનો યોગ આવશે. આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્યમાં સુધાર, નિયમિતતતા જાળવી રાખો, વાદ-વિવાદ ટાળો, અતિ વિશ્વાસથી બચો. વિશ્વાસઘાત થઈ શકે છે. તણાવને ટાળો, વિવાદોથી બચો, માર્ચ, એપ્રિલ, મે, ઓગસ્ટ, સપ્ટેમ્બર,નવેમ્બર ઉત્તમ છે. શેષ સમય સાવધાની રાખો. 
 
ઇષ્ટદેવની પૂજા, ગુરુનું માર્ગદર્શન પ્રાપ્ત કરો. પક્ષીઓ અને જાનવરોની સેવા કરો, મંદિરે જાવ. 
 
મકર : વર્ષનો ઉત્તરાર્ધ વધુ અનુકૂળ, પારિવારિક દૃષ્ટિએ મધ્યમ, અણબનાવ, કટુતા રહેશે પરંતુ સયંમ રાખો. તણાવ અને ચિડચિડાહટથી બચો. સહનશીલ અને સમજૂતિવાદી બનો. પરીક્ષા સ્પર્ધામાં યશ મળશે, બચત થશે, આવક થશે. વાદ-વિવાદ ટાળો. મોટાઓનું સન્માન કરો. મહેનતનું ઉચિત ફળ પ્રાપ્ત થશે. મે, જૂન, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, ડિસેમ્બર ઉત્તમ છે. શેષ માસ સાધારણ છે. 
 
સૂર્યની આરાધના, ગાયત્રી જાય અને શિવપૂજન કરો. રાહુનું દાન કરો. 
 
 
કુંભ : પ્રગતિકારક સમય, સતર્કતા, લગન અને પરિશ્રમથી કાર્ય કરો. શાંતિ સંતોષ રાખો, વિવાદ ટાળો, અણધાર્યા કાર્યો પણ થશે. પારિવારિક સમસ્યા રહેશે. કારકિર્દીમાં ઉન્નતિ, સફળતા રચનાત્મક કાર્ય થશે. આર્થિક યોગ ઉત્તમ, વાહન સુખ, વિવાહ આદિ માંગલિક કાર્ય થશે. પ્રલોભનથી બચો. શત્રુથી સાવધાન રહો. જૂનથી ડિસેમ્બર સારો સમય છે. પૂર્વાર્દ્ધમાં સાવધાની અપેક્ષિત. 
 
હનુમાનજી અને શિવની આરાધના કરો 
 
મીન : સ્થિતિમાં સુધાર, આશાતીત સફળતા મળશે. હિમ્મત, સાહસ રહેશે. મહત્વપૂર્ણ કાર્ય થશે. અસંતોષ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કાર્યની પ્રશંસા થશે. પ્રભાવ રહેશે. સમસ્યાને મહત્વ ન આપો. નિર્ણય સાવધાની પૂર્વક લો. સ્વયંને તત્પર અને અપડેટ રાખો. પરિશ્રમનો લાભ મળશે. આર્થિક સ્તર સુધરશે. જાન્યુઆરી, ફ્રેબ્રુઆરી, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર, ડિસેમ્બર અનુકૂળ અને શેષ માસ સામાન્ય છે. 
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ વાર્ષિક રાશિફળ મીન 2020 - જાણો કેવુ રહેશે મીન રાશિના જાતકો માટે વર્ષ 2020