વાર્ષિક રાશિફળ મીન 2020 - જાણો કેવુ રહેશે મીન રાશિના જાતકો માટે વર્ષ 2020
, બુધવાર, 1 જાન્યુઆરી 2020 (00:56 IST)
મીન રાશિનો સ્વામી ગુરૂ છે. આ રાશિનુ રાશિ ચક્રમાં બારમુ સ્થાન પ્રાપ્ત છે. રાશિના જાતક કોઈપણ પ્રકારના લાલચમાં ફસાવવુ પસંદ કરતા નથી. તર્ક વિતર્કની સ્થિતિમાં નિર્ણય લેવામાં અસુવિદ્યા અનુભવ કરો છો. તેમની કાર્યક્ષમતા સારી હોવાને કારણે પરિશ્રમપૂર્વક પોતાનુ કામ કઢાવી લે છે. કાયદાકીય કાર્યોમાં મુશ્કેલીઓ રહે છે. ખર્ચ વધુ રહેવાથી ક્યારેક ક્યારેક આર્થિક કષ્ટ સહન કરવુ પડે છે. તેમને પરિવારનો સહયોગ સમય પર મળી શકતો નથી. સ્વભાવમાં વિનમ્રતા કાયમ રહે છે. ઈમાનદારીથી કાર્ય કરવુ પસંદ કરે છે. આ રાશિવાળા દેખાવો કરવાથી દૂર રહે છે. મંગળવારના દિવસે લેવડ દેવડ કરવી આ રાશિના જાતકો માટે અશુભ હોય છે. તમારી પારિવારિક જીવન માં ચાલી રહેલી સમસ્યાઓ નું સમાધાન થયી જશે અને તમારા સાહસ અને પરાક્રમ માં વધારો થશે
મીન રાશિનુ આર્થિક જીવન - વર્ષ 2020 આર્થિક રૂપથી તમારે માટે લાભકારી છે. આ વર્ષે જો તમે કોઈ લાંબા ગાળાની વસ્તુઓમાં રોકાણ કરી શકો છો. તમારુ ધન ક્યાક અટકાયેલુ છે તો આ વર્ષે તે તમારી પાસે આવી શકે છે. વિદેશી વેપારથી તમને સારો નફો મળી શકે છે. ભાગ્યનો સાથ તમને મળશે અને એના થી તમારા કામ માં પ્રગતિ થશે. જો તમે પોતાના વેપાર ને વધારવા માંગો છો તો તેમાં વિસ્તાર થયી શકે છે જેના લીધે તમે વધારે ધન લાભ મેળવવા ની સ્થિતિ માં આવી શકો છો.
મીન રાશિનુ કેરિયર અને વેપાર - મીન રાશિના જાતકોને વર્ષ 2020માં સફળતા મળવાની પ્રબળ શક્યતા છે. નોકરિયાત વ્યક્તિના હિસાબથી તમારે માટે આ વર્ષ સારુ વિતશે. માર્ચના અંતથી અને જૂન સુધી તમને તમારા કાર્યક્ષેત્રમાંથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. કાર્ય વ્યવસાયના હિસાબથી ઘરથી દૂર પણ જવુ પડી શકે છે.
મીન રાશિનુ પારિવારિક જીવન - વર્ષની શરૂઆતમાં ઘર પરિવારમાં ઘરમાં કોઈ માંગલિક કાર્યની રૂપરેખા બની શકે છે. વર્ષની શરૂઆતમાં કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. જેને મળીને તમારી યાદો તાજી થઈ શકે છે. આ સમયે સંતાન સુખ પ્રાપ્ત થશે. માર્ચમાં તમે તમારા પરિવારની આશાઓ પર ખરા ઉતરશો. એપ્રિલમાં પરિજનો સાથે કોઈ લાંબી યાત્રા પર જવાનુ થઈ શકે છે. માતાજી સાથે કોઈ પ્રકારના મતભેદ છે તો તે વર્ષના મધ્યમાં દૂર થશે. સપ્ટેમ્બર મહિનામાં પરિવારમાં તાલમેલ જોવા મળશે. વર્ષના અંતમાં માતા પિતાના સહયોગથી કોઈ જૂનો મસલો સંપન્ન થશે.
મીન રાશિનુ પ્રેમ લગ્ન - વર્ષ 2020માં તમારા પ્રેમ જીવનમાં સુધારો જોવા મળશે. જો લવ પાર્ટનર તમારી કોઈ વાતથી નારાજ થઈ ગયો છે તો તેની નારાજગી વર્ષના પહેલા મહિનામાં દૂર થઈ શકે છે. પ્રિયતમ સાથે રોમાંસ કરવાની ભરપૂર તક મળશે. સાથે જ તેમની સાથે કોઈ વાતને લઈને ઝગડો પણ થઈ શકે છે. વાત આગળ વધે નહી તેનુ જરૂર ધ્યાન રાખો. વર્ષના અંતમાં વ્યસ્તતાને કારણે તમારા સાથીને પૂરતો સમય નહી આપી શકો . આ વર્ષ તમારા પ્રેમ જીવન ની કઠિન પરીક્ષા થશે અને જો તમે સંબંધો માં સાચા છો અને તમારું પ્રેમ પવિત્ર છે તો તમને કોઈ સમસ્યા નહિ થાય આન થી વિપરીત હોવા પર તમારા સંબંધો માં તણાવ અને સંઘર્ષ ની સ્થિતિ આવશે
મીન રાશિનુ સ્વાસ્થ્ય જીવન - વર્ષ 2020 સ્વાસ્થ્ય જીવન માટે મધુર રહેશે. આ વર્ષે આરોગ્ય સાથે જોડાયેલી કોઈ મોટી સમસ્યા નહી આવે. પણ ખાંસી શરદી જેવી પરેશાનીઓ થઈ શકે છે. મે થી સપ્ટેમ્બર સુધી તમારુ મન હળવુ રહેશે. માનસિક રૂપે તમે ઘણી હદ સુધી દૃઢ રહેશો અને આના લીધે સંતુષ્ટિ નું ભાવ પણ રહેશે. જો કોઈ બીમારી પહેલા થી ચાલી આવી રહેલી છે તો તેમાં સુધાર થવા ની શક્યતા છે અને જો તમને પહેલા થી કોઈ બીમારી નથી તો આ વર્ષ હજી સારું જવાની શક્યતા છે.
મીન રાશિ માટે ઉપાય
- સવા પાંચ રત્તીનો પુખરાજ સોનાની વીંટીમાં ધારણ કરો અને તેને જમણા હાથની આંગળીમાં પહેરો.
- દરરોજ સવારે સ્નાન કર્યા પછી 'આદિત્ય હૃદય સ્તોત્ર' નો પાઠ કરો, એક તાંબાના લોટામાં પાણી ભરો, થોડા ચોખા, ખાંડ અથવા ગોળ અને કંકુ નાખો અને પાણીની ધાર સૂર્ય દેવને અર્પણ કરો
આગળનો લેખ