rashifal-2026

Dussehra 2024 - દશેરા ક્યારે છે, બે રાજયોગ રચાઈ રહ્યા છે

Webdunia
રવિવાર, 6 ઑક્ટોબર 2024 (14:45 IST)
Dussehra 2024-  દશેરાનો તહેવાર આ વર્ષે 12 ઓકટોબરે ઉજવાશે. આ વર્ષે દશેરાના તહેવાર પર બે શુભ યોગ પણ બની રહ્યા છે.  હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે .  આ વર્ષે દશેરા 12મી ઓક્ટોબરે છે અને દશેરાના દિવસે બે રાજયોગ રચાઈ રહ્યા છે,  
 
ધાર્મિક માન્યતાઓ અનુસાર, વિજયાદશમીના દિવસે શ્રવણ નક્ષત્રની હાજરી ખૂબ જ શુભ હોય છે અને આ વર્ષે તેનો સંયોગ બની રહ્યો છે.

દશેરા ક્યારે છે?
દશમી તિથિનો પ્રારંભઃ 12 ઓક્ટોબર સવારે 10.58 કલાકે
સમાપ્તિ તારીખ: ઑક્ટોબર 13, 2024, સવારે 09:08 વાગ્યે
આવી સ્થિતિમાં 12 ઓક્ટોબર 2024ના રોજ દશેરાની ઉજવણી કરવામાં આવશે.
 
પૌરાણિક કથા અનુસાર મહિષાસુર દેવી દુર્ગાથી મોહિત થઈ ગયો હતા અને દેવી દુર્ગા સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. દેવી દુર્ગાએ લગ્ન માટે એક શરત મૂકી હતી કે જો તેઓ તેમને યુદ્ધમાં હરાવે તો લગ્ન માન્ય છે. દેવી દુર્ગા અને મહિષાસુર વચ્ચેનો યુદ્ધ 9 દિવસ સુધી ચાલુ રહ્યો. આ યુદ્ધમાં, 9 મા દિવસે, દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કરીને વિજય મેળવ્યો હતો.

 
એવી માન્યતા છે કે રાવણનો વધ કરવાના થોડા દિવસ પહેલા
ભગવાન રામએ આદિ શક્તિ માં દુર્ગાની પૂજા કરી અને પછી તેમના આશીર્વાદ મળ્યા પછી દશમીએ રાવણનો વધ કર્યો. એવી પણ માન્યતા છે કે દશમીન અરોજ જ માં દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેથી તેને વિજયાદશમીના રૂપમાં પણ ઉજવાય છે.
 
દેશભરમાં  જુદા જુદા સ્થાન પર રાવણ દહન થાય છે અને દરેક સ્થાનની પરંપરઓ એકદમ જુદી છે. આ દિવસે શસ્ત્રોની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે શમીના ઝાડની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે વાહન, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ, સોનુ, ઘરેણા નવા વસ્ત્રો વગેરે ખરીદવા શુભ હોય છે. દશેરાના દિવસે નીલકંઠ ભગવાનના દર્શન કરવા અતિ શુભ માનવામાં આવે છે.
 
Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

Jiju Birthday Wishes- બનેવી જન્મદિવસની શુભકામનાઓ

હનુમાનજીને તેમના 5 પ્રિય પ્રસાદ ચઢાવો, બજરંગબલી મોટામાં મોટા સંકટને દૂર કરશે

વધુ જુઓ..

નવીનતમ

Merry Christmas Wishes 2025: કેક જેવી મીઠાશવાળા શબ્દોમાં આપો નાતાલની શુભેચ્છા

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

મંગળવારે હનુમાનજીને અર્પણ કરો આ વસ્તુઓ, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

Hanuman Bajarang Baan- હનુમાન બજરંગ બાણ

આગળનો લેખ
Show comments