Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dusshera 2023- દશેરાના દિવસે કરવી શમી અને અપરાજીતાના છોડની પૂજા, મળશે સફળતા

Dusshera 2023-  દશેરાના દિવસે કરવી શમી અને અપરાજીતાના છોડની પૂજા, મળશે સફળતા
, શુક્રવાર, 13 ઑક્ટોબર 2023 (11:30 IST)
અશ્વિન મહીનાના શુક્લ પક્ષની દશમી તિથિને દશેરા એટલે કે વિજયાદશમી પર્વ ઉજવાય છે. શાસ્ત્રોના મુજબ માનવુ છે એ આ દિવસે ભગવાન શ્રી રામથી લંકાપતિ રાવણને મારી અધર્મનો નાશ કર્યો હતો.એટલા માટે આ તહેવાર દર વર્ષે અધર્મ પર ધર્મની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 5 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે મા દુર્ગાનું વ્રત તોડવાની સાથે કેટલાક ઉપાય કરવા પણ ફાયદાકારક માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર દશેરાના દિવસે નીલકંઠના દર્શન કરવાની રીતને શુભ માનવામાં આવે છે. તેવી જ રીતે આ શમી વૃક્ષ અને અપરાજિતા ફૂલની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. જાણો અપરાજિતા ફૂલ અને શમીની પૂજા કેવી રીતે કરવી.
 
આ રીતે કરવી અપરાજીતાની પૂજા 
દશેરાના દિવસે અપરાજીતાની પૂજા કરવી શુભ ગણાય છે. માન્યતા છે કે આ દિવસે અપરાજીતાની પૂજા વર્ષભર દરેક જગ્યા સફળતા મળે છે. તેની સાથે જ રોકાયેલા કામ સારી રીતે ચાલવા લાગે છે. 
 
આ દિવસે ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણાની બાજુની તરફ કોઈ જગ્યા સાફ કરી લો. ત્યારબાદ સાફ જગ્યા પર ચંદનથી આઠ પાવાવાળી ફૂલ બનાવી લો. તે પછી તેમાં અપરાજીતાનો સૂલ કે છોડ રાખો. તે પછી સંકલ્પ લેતા આ મંત્રને બોલવું- મમ સકુટુમ્બકમ ક્ષેમ સિદ્દયર્થે અપરાજીતા પૂજનં કરિષ્યે" 
 
આ મંત્રને વાંચ્યા પછી અપરાજીતા દેવીથી પ્રાર્થના કરતા તમારા પરિવાર અને ખુશહાલીની વાત કહેવી. તેની સાથે કંકુ,  અક્ષત, સિંદૂર, ભોગ, ઘીનો દીવો પ્રગટાવો. પૂજા કર્યા પછી, દેવી માતાને તેમના સ્થાન પર પાછા ફરવાની વિનંતી કરો. 
webdunia
આ રીતે કરો શમીની પૂજા
ન્યાયસિંધુ અનુસાર, દશેરાના દિવસે શમીના છોડની પૂજા કરવી ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શમીની પૂજા કરવાથી દરેક કામમાં સફળતા મળે છે. આ સાથે વર્ષભરની યાત્રામાં લાભ થશે. ઘરમાં શમીના વૃક્ષની પૂજા કરી શકાય છે, આ દિવસે સૌથી પહેલા શમીના ઝાડના મૂળમાં જળ ચઢાવો. સાથે જ દીવો પ્રગટાવો.
(Edited By -Monica Sahu) 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Navratri 2023 Horoscop - નવરાત્રિ પર બની રહ્યો છે ખૂબ જ શુભ સંયોગ, મા દુર્ગા આ રાશિઓ પર થશે મહેરબાન, મળશે અપાર ધનનો લાભ