Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિમાં બીજા દિવસે થાય છે બ્રહ્મચારિણીની પૂજા, સંયમ સદાચારનો આશીર્વાદ આપે છે માતા

Webdunia
બુધવાર, 14 એપ્રિલ 2021 (10:44 IST)
નવરાત્રીમાં બીજા દિવસે મા બ્રહ્મચારિણી પૂજા કરવામાં આવે છે. બ્રહ્માનો અર્થ છે તપસ્યા અને ચારિણી મતલબ આચરણ કરનારી. . મા બ્રહ્મચારિણીની ઉપાસનાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સંયમ અને સદાચારની વૃદ્ધિ થાય છે. જીવનના મુશ્કેલ સમયમાં માતાનું ધ્યાન કરવાથી મન કર્તવ્યના માર્ગથી ભટકતું નથી.
માતા પોતાના  ભક્તોની બધી ઉણપ  દૂર કરે છે. માતાની કૃપાથી સર્વત્ર સિદ્ધિ અને વિજય મળે છે. માતાની ઉપાસનાથી તપ, ત્યાગ, નિરાશા, સંયમ અને સદાચારની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં તમે વાતનો સંકલ્પ કરો છો તે ચોક્કસ પૂર્ણ થાય છે.
 
મા બ્રહ્મચારિણીનુ સ્વરૂપ અત્યંત ભવ્ય અને જ્યોર્તિમય છે. તપશ્ચારિણી, અપર્ણા અને ઉમા મા ના અન્ય નામ છે. માતાની ઉપાસનાથી બધા કાર્ય પુરા થાય છે.  જીવનની દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. માતાને સફેદ અને સુગંધિત ફૂલો અર્પણ કરો. કમળનું ફૂલ માતાને અર્પણ કરો. ઘી અને કપૂર મિક્સ કરીને માતાની આરતી કરો. મા બ્રહ્મચારિણીને ખાંડનો નૈવેદ્ય પસંદ છે. માતાને ખાંડનો ભોગ લગાવવાથી પરિવારનુ  આયુષ્ય વધે છે. બ્રાહ્મણને પણ ખાંડનું દાન કરો. ભગવાન શિવને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે માતાએ ઘોર તપસ્યા કરી હતી, આ મુશ્કેલ તપસ્યાને લીધે માતાનું નામ તાપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણી નામથી ઓળખવામાં આવી. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments