Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 10 January 2025
webdunia

Chaitra Navratri 2021 - આજથી શરૂ થઈ ચૈત્ર નવરાત્રી જાણો ક્યારે છે રામનવમી અને મહાષ્ટમી

Chaitra Navratri 2021 - આજથી શરૂ થઈ ચૈત્ર નવરાત્રી જાણો ક્યારે છે રામનવમી અને મહાષ્ટમી
, મંગળવાર, 13 એપ્રિલ 2021 (19:42 IST)
હોળી પછી માતા દુર્ગાની આરાધના માટે સમર્પિત ચૈત્ર નવરાત્રીની શરૂઆત હોય છે. વર્ષમાં બે વાત ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રીમાં માતા દુર્ગાની વિધિ વિધાનથી પૂજા કરાય છે. પણ ગુપ્ત નવરાત્રિ પણ 
આવે છે પણ ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિની લોક માન્યતા વધારે છે. ચૈત્ર નવરાત્રિના સમયે જ રામ નવમીનો પર્વ પણ આવે છે. ચૈત્ર નવમીના દિવસે ભગવાન રામનો જન્મ થયું હતું. તેથી તેને રામ નવમી કહેવાય છે. જાણો રામ નવમી ક્યારે અને ચૈત્ર નવરાત્રિનો પારણ ક્યારે થશે?  
 
ચૈત્ર નવરાત્રિ આઠમના દિવસે મહાગૌરીની પૂજા કરાય છે. ચૈત્રનો આઠમું દિવસ ચૈત્ર નવરાત્રિની મહાષ્ટમી કે દુર્ગા અષ્ટમી 20 એપ્રિલ દિવસે મંગળવારને છે. દુર્ગા અષ્ટમીના દિવસે માતા દુર્ગાના મહાગૌરી 
 
સ્વરૂપની પૂજા હોય છે. 
 
ચૈત્ર નવરાત્રિના નવમા દિવસે રામનવમી 
ચૈત્ર નવરાત્રિના નવમા દિવસે કે રામનવમી 21 એપ્રિલના દિવસે બુધવારને છે. આ દિવસે ત્રેતાયુગમાં શ્રીરામ અયોધ્યામાં રાજા દશરથના ઘરે જન્મયા હતા. આ કારણે આ દિવસને રામનવમી કહેવાય છે. રામ 
નવમીના દિવસે વ્રત રાખતા શ્રીરામની પૂજા કરાય છે. 
 
ચૈત્ર નવરાત્રિના દસમા દિવસે પારણું 
આ વર્ષે 22 એપ્રિલ ગુરૂવારે ચૈત્ર નવરાત્રીનુ પારણુ કરાશે. આ દિવસે જે લોકો પારણુ કરે છે, તેઓ નવરાત્રીના 9 દિવસ ઉપવાસ રાખે છે અને વિધાન વિધી સાથે મા દુર્ગાની પૂજા કરે છે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chaitra Navratri કોરોના સમય ગાળામાં 2021 માં માતા 9 દિવસના 9 ખાસ ભોગથી ખુશ થશે