Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતી સિંહને Birthday પર પતિ હર્ષ તરફથી મળ્યુ સ્પેશ્યલ ગિફ્ટ, Video જોઈને તમે હસી પડશો

Webdunia
શનિવાર, 3 જુલાઈ 2021 (23:08 IST)
આજે કોમેડી ક્વીન ભારતી સિંહ(Bharti Singh)નો જન્મદિવસ છે. આ પ્રસંગે, અભિનેત્રીના ફેંસ તેમના જન્મદિવસની ખૂબ શુભેચ્છા પાઠવે છે. ભારતીનો જન્મ 3 જુલાઈ 1986 ના રોજ અમૃતસરમાં થયો હતો. ભારતી સિંહના જન્મદિવસને વિશેષ બનાવવા માટે તેમના પતિ હર્ષ લિંબાચિયા(Haarsh Limbachiyaa) એ તેને એક ખાસ સરપ્રાઈઝ આપ્યુ છે. જેનો વીડિયો તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વિડિઓ એટલી રમૂજી છે કે તમે તમારા હાસ્યને રોકી શકો નહી. 
 
વીડિયોમાં હર્ષ ભારતીને જણાવી રહ્યો છે કે આજે ભારતીનો જન્મદિવસ છે, તેના જન્મદિવસનુ સરપ્રાઈઝ બહાર રાહ જોઈ રહ્યું છે. આ સાંભળ્યા પછી ભારતીના ચહેરા પર એક મોટી સ્માઈલ આવે છે અને તે ઓરડામાંથી નીકળીને આગળ વધવા લાગે છે. ગેસ્ટ રૂમમાં, એક માણસ પહેલેથી જ તેની રાહ જોઈને ઉભો છે. સાચુ કહીએ તો આ વ્યક્તિ ભારતીની કોરોના ચેકઅપ માટે આવ્યો હતો, જેને જોઈને તે નિરાશ થઈ ગઈ. હાસ્ય કલાકારનો ફની વીડિયો જોઇને ચાહકો પોતાની સ્માઈલ રોકી શક્યા નહી અને  ફની વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે.

 
હર્ષે આ વીડિયોને લગભગ 6 કલાક પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો હતો, જેના પર લગભગ 2.5 લાખ વ્યૂઝ આવ્યા છે. હર્ષે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, 'હું તેના માટે કંઈક અલગ કરવા માંગતો હતો. હેપી બર્થ ડે લવ. ' ભારતીએ તેના આ વીડિયો ઉપર પણ કમેંટ કરી છે. તે લખે છે, 'આ છોકરો ગઈકાલથી ખૂબ જ પરેશાન કરે છે.'  ઉલ્લેખનીય છે કે ભારતી સિંઘની ગણતરી ટોચના કોમેડી કલાકારોમાં થાય છે. તેને સ્ક્રીન પર જોતા લોકોના ચહેરા પર સ્મિત આવે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments