Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Birthday Special: દૂરદર્શનના શો એ પવન મલ્હોત્રાને આપી સફળતા, કરીનાના ચાચાનો રોલ પણ ભજવી ચુક્યા છે

Birthday Special: દૂરદર્શનના શો એ પવન મલ્હોત્રાને આપી સફળતા, કરીનાના ચાચાનો રોલ પણ ભજવી ચુક્યા છે
, શુક્રવાર, 2 જુલાઈ 2021 (08:46 IST)
બ્લેક ફ્રાઈડે, ડૉન, ભાગ મિલ્ખા ભાગ અને રુસ્તમ જેવી ફિલ્મોમાં પોતાના અભિયનથી સૌનુ દિલ જીતનારા અભિનેતા પવન રાજ મલ્હોત્રા(Pavan Malhotra) ફૈંસના દિલોમાં વસી ગયા છે. પવન પોતાની નિખાલસ એક્ટિંગ માટે જાણીતા છે. આજે પવન મલ્હોત્રા (pawan malhotra Birthday)નો જન્મદિવસ છે. 
 
જાણીતા અભિનેતા પવન મલ્હોત્રાનો જન્મ 2 જુલાઈ 1958 માં દિલ્હીમાં થયો હતો. અભિનેતાના જન્મદિવસ પર આવો જાણીએ તેમના જીવનની કેટલીક  રસપ્રદ માહિતી 
webdunia
પહેલો શો કેવી રીતે મળ્યો
 
પવન રાજ મલ્હોત્રાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. અભિનેતાને શરૂઆતથી જ એક્ટિંગમાં રસ હતો. પોતાના અભ્યાસ પુરો થતા જ અભિનેતા દિલ્હીના થિયેટરમાં જોડાયા હતા, થિયેટર કરતી વખતે તેમને તેમની પ્રથમ સિરિયલ મળી.
 
1986માં, પવનને તેમનો પ્રથમ શો દૂરદર્શનમાં મળ્યો. આ સિરિયલનું નામ હતું 'નુક્કડ'. આ શોમાં તેઓ  હરી ની ભૂમિકામાં જોવા મળ્યા હતા અને ઘર-ઘરમાં છવાય ગયા હતા. જો કે એક્ટરના પિતા ઈચ્છતા હતા કે તે બિઝનેસમાં જ પોતાનુ કેરિયર બનાવે, પણ તેમણે હંમેશાથી અભિનયને જ પોતાનુ લક્ષ્ય માન્યુ હતુ. પવને નુક્કડ ઉપરાંત મનોરંજન, યે જો હૈ જિંદગી, માલાબર હિલ્સ, ઇંતઝાર જેવી સિરિયલોમાં કામ કર્યું છે.
 
આ રીતે ફિલ્મોમાં મળી એંટ્રી 
 
1984માં 'અબ આયેગા માઝા' દ્વારા પવને ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી, ફિલ્મોમાં કામ મળવુ શરૂ થયું. પવનને 1985માં ખામોશ અને 1989 માં બાગ બહાદુર જેવી નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મોમાં વિશેષ ઓળખ મળી હતી. 
 
દરેક રોલમાં છોડી છાપ 
 
પવન મલ્હોત્રા એક એવા  કલાકાર છે કે  જેમણે પોતાના  ફિલ્મી યાત્રામાં નેગેટિવ, પોઝિટીવ દરેક પ્રકારની  ભૂમિકાઓ ભજવીને ફેંસની વાહવાહી લૂંટી છે.  અભિનેતાએ અનેક પુરસ્કાર પોતાને નામ કર્યા છે. જબ વી મેટમાં પવન કરીનાના કાકાની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ નાની ભૂમિકા માટે પવન મલ્હોત્રાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
 
વોર્ડરોબ આસિસ્ટેંટ રહી ચુક્યા છે 
 
પવન હંમેશાથી જ લાઈમલાઈટથી દૂર રહેવુ પસંદ કરે છે. તે હંમેશા સમજી વિચારીને પસંદગીની ફિલ્મોમાં જ કામ કરે છે, પણ તેઓ જે પણ સીરીઝ કે ફિલ્મમાં કામ કરે છે તેમા છવાય જાય છે. ઉલ્લેખનીય છે કે પવન રિચરડ એટનબરોની ગાંધી ફિલ્મમાં વોર્ડરોબ આસિસ્ટેંટ રહી ચુક્યા છે. 

 
અભિનેતા હાલ ગ્રહણ સીરીઝને લઈને ચર્ચામાં છે.  તેમા પવન લીડ રોલમાં છે. આ સીરીઝ 84ના રમખાણો પર આધારિત બતાવાય રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રેગ્નેંટ છે દીપિકા પાદુકોણ? એક્ટ્રેસને કાચી કેરી ખાતા જોયુ લોકો પૂછી રહ્યા સવાલ