Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ ખરાબ વ્યસનને કારણે Vishal Dadlani એક વખત તેની કરિયર ખત્મ થવાનો ડર હતું

આ ખરાબ વ્યસનને કારણે Vishal Dadlani એક વખત તેની કરિયર ખત્મ થવાનો ડર હતું
, સોમવાર, 28 જૂન 2021 (09:31 IST)
સંગીતની દુનિયામાં તે એક મોટું નામ છે. વિશાલ આજે તેનો 48 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. વિશાલ દદલાનીએ અનેક ફિલ્મોમાં સંગીત આપવાની સાથે અનેક ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. વિશાળ 
ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે પણ જોવાયા છે. વિશાલ દદલાનીએ 1999 માં 'પ્યાર મેં કભી કભી' ફિલ્મથી તેમના કરિયરની શરૂઆત કરી હતી. લોકોને વિશાલના અવાજના દીવાના છે. પરંતુ એક 
એવો સમય આવી ગયો જ્યારે વિશાલનો અવાજ તેનો સાથ છોડી દીધુ હતું. વિશાલ ડરી ગયા હતા કે હવે તેની કરિયર ખત્મ છે. 
 
જી હા, વિશાલ દાદલાનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી થોડા અઠવાડિયા પહેલા એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે એક ગીત ગાતો જોવા મળ્યો હતો. આ વીડિયોની સાથે વિશાલે લખ્યું કે, 'મે ઓગસ્ટ 2019માં સ્મોકિંગ છોડી દીધી હતી. 9 વર્ષથી હું દિવસમાં 40 સિગરેટ પીતો હતો. મારો અવાજ ખૂબ જ ખરાબ થઈ ગયો હતો. મને મ્યુઝિક રેકોર્ડિંગ્સ અને ઘણા કોન્સર્ટમાં મને ખૂબ સાંભળવો પડ્યુ હતું. મારો આવાજ પૂર્ણ બગડી ગયુ હતું. મે ક્યારે તમે લોકોને જણાવ્યો નથી કે આને કારણે મેં કેટલો સંઘર્ષ કર્યો છે મેં સોફ્ટ ગીતો ન ગાઈ શક્તા હતા. ધૂમ્રપાન છોડ્યા પછી હવે હું પૂર્ણ રીતે ઠીક થઈ ગયો. મારો આવાજ હવે ઠીક છે. 
 
જ્યારે વિશાલ દાદલાનીએ આ વીડિયો શેર કર્યો અને જણાવ્યો કે તેણે સિગારેટની ખરાબ વ્યસન છોડી દીધું છે, આ જાણીને તેના ફેંસને ખૂબ ખુશી થઈ. ઈન્સ્ટાગ્રામ પર વિશાલના ફેંસએ તેમની ભાવનાની ખૂબ પ્રશંસા કરી તમને જણાવી દઈએ કે વિશાલને વર્ષ 2003 માં આવેલી ફિલ્મ 'ઝંકાર બીટ્સ'થી ખૂબ ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેણે 'તુ આશિકી હૈ' ગીત ગાયું હતું.
 
વિશાલ અને શેખરની જોડીને ઇન્ડસ્ટ્રીમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. વિશાલ શેખર વિના અધૂરો છે. શેખર રવજિયાની અને વિશાલની જોડીએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીને શાનદાર ગીતો આપ્યા. આ જોદીએ હિન્દી  સિવાય તેણે તામિલ, તેલુગુ અને મરાઠી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. વિશાલ ફિલ્મોમાં સંગીત આપવાનું અને ગાયન ઉપરાંત, તે રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડોલ' ના જજ પણ છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે 'વિકીડા' છે જન્મદિવસ, જાણો 'Birth Day Boy' સાથે જોડાયેલી રસપ્રદ વાતો