Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kutchi New Year 'Ashadhi Beej' - - અષાઢી બીજ એટલે રથયાત્રા અને કચ્છીઓનું નવું વર્ષ પણ

Webdunia
સોમવાર, 19 જૂન 2023 (11:58 IST)
Kutchi New Year 'Ashadhi Beej' - ભારતમાં અષાઢી બીજના મહાપર્વે ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાથપુરીમાં અભૂતપૂર્વ રથયાત્રાના દર્શન પ્રતિવર્ષ લાખો-કરોડો લોકો પ્રત્યક્ષ અને દૂરદર્શન પર કરી ધન્યતા અનુભવતા હોય છે. આ પ્રણાલી અનેક વર્ષોથી ચાલી આવે છે.
 
જ્યારે કચ્છ જેવા ભારતના છેવાડાના પ્રદેશનું નવું વર્ષ અષાઢી બીજથી શરૃ થવા પામે છે. જેમાં અનેક નૂતન અને ભાતીગળ પરંપરા દ્રશ્યમાન થયા વિના રહેતી નથી. ખેંગારજી પહેલાએ કચ્છ રાજ્યની સ્થાપના સંવત ૧૬૦૫માં માગસર સુદ-૫ના રોજ કચ્છ રાજ્યની સ્થાપના કરી. કચ્છી નવું વર્ષ અષાઢી બીજથી શરૃ તેમ થયું તેના એકબે કથાનકો ઈતિહાસકારોએ જાળવી રાખ્યા છે. અષાઢી બીજ પરજ કચ્છી નવું વર્ષ કેમ મનાવવામાં આવે છે ? આની પાછળ રસપ્રદ ઐતિહાસિક તથ્યો છે.
 
કેરાકોટમાં રાજધાની ફેરવી નાખનાર જામ લાખો ફૂલાણી વિચારવંત રાજવી હતો. અસંખ્યાત અવનવા વિચારો તેના મનમાં ઊઠતા. જ્યાં સુધી મનનું સમાધાન ન થાય ત્યાં લગી તેને શાંતિ થતી જ નહિ. એક સમયે આ પૃથ્વીનો છેડો ક્યાં હશે? એવો વિચાર મનમાં પ્રવેશ્યો અને પૃથ્વીના છેડા માટે સ્વપ્રયત્નો થવા જોઈએ એવું વિચાર્યું. તોડાક સાહસિક બહાદુર યુવાનોને પોતાની સાથે લઈ તે આ શોધમાં નીકળી પડયો. લાખાજીના આ પ્રયાસને લોકો 'સૂરજની.....' ના નામથી ઓળખે છે. ચોમેર ઘૂમી વળ્યો. આખરે આ પ્રતિશોધમાં વિજયી ન બન્યો. જામ લાખાને પરત આવવું પડયું. એ સમયે અષાઢ માસ શરૃ થયેલો. સારા વરસાદથી વનરાજી ઠેર ઠેર ખીલી ઊઠેલી પરિણામે તેનો આત્મા અતિપ્રસન્ન થઈ ગયો. કચ્છનું નવું વર્ષ અષાઢી બીજથી શરૃ કરવા સમગ્ર કચ્છમાં ફરમાન મોકલ્યું અને પોતાનું નામ રોશન કરી દીધું.
 
આમ તો છેલ્લા આઠસો વર્ષથી આ પર્વ ધામધૂમથી કચ્છમાં ઉજવાતું રહ્યું છે. સમગ્ર કચ્છ રાજયમાં ધામધૂમથી ઉત્સાહપૂર્વક 'નૂતન વર્ષારંભ તરીકે ઉજવવામાં આવે છે. તો કચ્છ બહાર સ્થાયી થયેલા દેશ-પરદેશનાં કચ્છીઓ, અષાઢી બીજના પર્વ પર બહુ ઉત્સાહપૂર્વક પોતાનાં મંદિરે- વતનનો આ મોટો અને મુખ્ય તહેવાર ઉજવીને,  નિજાનંદ વ્યક્ત કરી માતૃભૂમિ કચ્છને વંદન કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘તારો થયો 17 જાન્યુઆરીએ રીલિઝ થશે

Baidyanath Jyotirlinga Temple- વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

રામાયણની વાર્તા - લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઉંઘ્યા નથી

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

મૃત્યુ પછી મૃત વ્યક્તિના મોંમાં સોનું શા માટે મૂકવામાં આવે છે?

1964 Cyclone- જ્યારે આખી ટ્રેન, 200 મુસાફરો અને 5 કર્મચારીઓ દરિયામાં ડૂબી ગયા.

આગળનો લેખ
Show comments