Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kishan Bharwad murder case- કિશન હત્યા કેસમાં ખુલાસોઃ મૌલાના કમરગની લખનઉમાં રજિસ્ટ્રેડ TFI નામનું સંગઠન ચલાવે છે, દેશભરમાં સભ્યો બનાવી દૈનિક એક રૂપિયાની દાન મેળવે છે

Webdunia
ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (15:53 IST)
ધંધૂકામાં કિશન હત્યા કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ સમગ્ર કેસમાં પાકિસ્તાનનું કોઈ કનેક્શન છે કે નહીં તે અંગે હજી સુધી કોઈ ખુલસો નહીં થયો હોવાનું ATSના અધિકારી પાસેથી જાણવા મળ્યું છે.આરોપીઓ પાકિસ્તાન કે અંડર વર્લ્ડના સંપર્કમાં હતા કે કેમ તે અંગે પણ તપાસમાં હજી કંઈ સામે આવ્યું નથી. મૌલાના કમરગનીની પૂછપરછમાં ATSને જાણવા મળ્યું છે કે તે TFI નામનું સંગઠન ચલાવી રહ્યો છે જેનું લખનઉમાં રજીસ્ટ્રેશન થયેલું છે. પોતાના સંગઠન માટે કમરગની દેશભરમાં સભ્યો બનાવી દૈનિક 1 રૂપિયાનું દાન મેળવે છે. સાથે જ તેના આ સંગઠન TFIના 2 જુદા જુદા બેંક અકાઉન્ટ હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આ કેસની તપાસ માટે સેન્ટ્રલ IB, NIA સહિતની એજન્સી અમદાવાદ આવી છે.મૌલાનાના સંગઠનના બંને અકાઉન્ટમાં થયેલ નાણાકીય લેવડદેવડ અંગે ગુજરાત ATS તપાસ કરી રહી છે.ગુજરાત ATSએ તપાસ અંગે જણાવ્યું છે કે સમગ્ર પ્રકરણમાં પાકિસ્તાનનું કોઈ સીધું કે આડકતરું કનેક્શન છે કે નહી તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. આ અંગે હજુ તપાસ ચાલી રહી છે. મૌલાના કમરગની દુબઈમાં કોની સાથે વાત કરતો હતો તે અંગે પણ હજુ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ મામલે ખુલાસો થવાની શક્યતા છે. અત્યાર સુધી આ કેસમાં 08 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. તે ઉપરાંત વધુ પકડાયેલા 03 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આવેલી સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.ATSએ જણાવ્યું છે કે કિશનની હત્યામાં ઝડપાયેલ આરોપી શબ્બીર અને મૌલાના કમરગની વચ્ચે અમદાવાદમાં મુલાકાત થઇ હતી. તેઓ શાહઆલમની એક મસ્જિદમાં મળ્યા હતા. ATSની તપાસમાં ખુલ્યું છે કે મૌલાના કમરગની મુસ્લિમ સમાજ પર ટીકા ટીપ્પણી કરનાર લોકો પર કેસ કરાવતો અને જેહાદી ષડ્યંત્ર રચીને યુવકોની હત્યા માટે શબ્બીર જેવા યુવાનોને પ્રેરતો. આવા જ એક જેહાદી ભાષણથી પ્રેરાઈને આરોપી શબ્બીરે ધંધુકાના કિશન ભરવાડની હત્યા કરી હતી.કમર ગની ઉસ્માની ગુજરાતમાં એક બેવાર નહીં પણ અનેકવાર આવી ચૂક્યો છે. માત્ર એટલું જ નહીં, અમદાવાદના ચંડોળા તળાવથી લઈ શાહ આલમમાં પણ તે એક્ટિવ હતો. આ મુલાકાતો દરમિયાન મૌલાના ગુજરાતની શાંતિ ડહોળવાના મનસૂબા લોકો સુધી પહોંચાડી ગયો હોવાની વિગતો એક પછી એક ખુલ્લી રહી છે. કમર ગની અમદાવાદના ગોમતીપુર, દાણીલીમડા, ચંડોળા, શાહ આલમ જેવા વિસ્તારોમાં આવીને સોફ્ટ ટાર્ગેટ લોકોને મળ્યો હતો. મૌલાનાની કટ્ટરપંથી વાતોમાં અનેક લોકો આવ્યા હતા.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments