Webdunia - Bharat's app for daily news and videos

Install App

16મીએ સીએમ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની શપથવિધિ, મંત્રી મંડળમાં યુવાનોને સ્થાન અપાશે

Webdunia
મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (12:53 IST)
ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાશે. રૂપાણી સરકારના તમામ મંત્રીઓના રાજીનામા બાદ નવી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મુખ્યમંત્રી ઉપરાંત અન્ય 16 મંત્રીઓના શપથવિધિ થવાની શક્યતાઓ છે. શપથવિધિ બાદ રાતે અમિત શાહે દિલ્હી જતાં પહેલાં અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં ભૂપેન્દ્ર યાદવ સાથે નવા મંત્રીમંડળની રચના અંગે અચાનક જ બેઠક કરી હતી, એટલે કે આજે સાંજ સુધીમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીઓનાં નામ જાહેર થશે અને ગુરુવારના રોજ નવા મંત્રીઓની શપથવિધિ યોજાય એવી શક્યતાઓ છે. બીજી તરફ, આનંદીબેન પટેલ પણ શનિવારે ઉત્તરપ્રદેશથી ગુજરાત આવવાના છે.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ રાજભવન ખાતે પહોંચ્યા હતા. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો હાજર હતા. પત્ની, પુત્ર, પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠાં હતાં. શપથગ્રહણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments