Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 27 April 2025
webdunia

ગુજરાતમાં 8 મંત્રીઓની થઈ શકે છે હકાલપટ્ટી-આગામી દિવસોમાં થશે નવા મંત્રીમંડળની રચના

Bhupendra Patel
, સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (15:39 IST)
આગામી 2-3 દિવસની અંદર નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવશે. જેને લઈને મોટા ભાગના લોકો આથુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવી માહિતી સામે આવી છે કે નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓને તક આપવામાં આવશે. સાથેજ યુવાઓને પહેલા તક મળશે તેવી માહિતી પણ સામે આવી છે. જોકે ચાલું મંત્રીમંડળમાંથી અમુક મંત્રીઓને પડતા મુકવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી છે. 
 
મંત્રીમંડળની ગોઠવણ - સીએમની શપથવિધિ બાદ અમિત શાહની હાજરીમાં મંત્રીમંડળની રચના અંગે કમલમમાં બેઠક થશે. સીઆર પાટીલના ઘરે જમાવડો. ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ બાદ અમિત શાહની હાજરીમાં મંત્રીમંડળની રચના અંગે કમલમમાં બેઠક મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભુપેન્દ્ર પટેલને મોદી પાઠવ્યા અભિનંદન-