Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

OMG: મહિલાએ કપડાના ઢીંગલા સાથે કર્યા લગ્ન, પછી બાળક થવાનો કર્યો દાવો, હેરાન કરી દેશ આ મામલો

woman married doll
, બુધવાર, 6 જુલાઈ 2022 (18:07 IST)
OMG:  એવુ કહેવાય છે કે પતિ પત્નીની જોડી ઉપરથી બનીને આવે છે પણ એક મહિલાએ જે જોડી બનાવી છે તેના વિશે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. આ મામલો બ્રાઝિલનો છે, જ્યાં 37 વર્ષીય મહિલા મેરિવોન રોકા મોરેસે કાપડની ઢીંગલી સાથે લગ્ન કર્યા અને પછી બાળક હોવાનો દાવો કર્યો. મહિલાએ આ ઢીંગલીનું નામ માર્સેલો રાખ્યું છે. મહિલાએ આ ગુડ્ડે સાથે સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા અને પછી હનીમૂન પર પણ ગઈ. નવાઈની વાત એ છે કે આ મહિલાની સામે જો કોઈ તેના ઢીંગલાને ટોય કહી દે તો તે  ગુસ્સે થઈ જાય છે અને આવું બોલનાર વ્યક્તિને નફરત કરવા લાગે છે.

 
એકલતાથી કંટાળીને મેરિવોન રોકા મોરેસે ઢીંગલા સાથે કર્યા લગ્ન 
 
મેરિવોન રોકા મૌરિસ સિંગલ હતી અને તેનો કોઈ બોયફ્રેન્ડ નહોતો. આવી સ્થિતિમાં, એકલતા દૂર કરવા, તેની માતા ઘરે એક ઢીંગલો લાવી. મોરિસ આ ઢીંગલા સાથે એટલા પ્રેમમાં પડી ગઈ કે તેણે તેની સાથે લગ્ન કરી લીધા. આ લગ્નમાં મહેમાનો પણ આવ્યા હતા અને ખાવા-પીવાની પણ વ્યવસ્થા હતી. મૌરિસે બધાની સામે તેની ઢીંગલીને રિંગ પણ પહેરાવી અને ફોટો સેશન પણ થયું.
 
ઑબ્જેક્ટોફિલિયા નામની બીમારીથી પીડિત મહિલા
ઉલ્લેખનીય છે કે  મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે લોકો ઘણીવાર નિર્જીવ વસ્તુઓના પ્રેમમાં પડી જાય છે અને આવુ એટલા માટે કારણ કે તેઓ ઓબ્જેક્ટોફિલિયા નામની બીમારી છે. આ રોગથી પીડિત વ્યક્તિ નિર્જીવ વસ્તુઓને પ્રેમ કરવા લાગે છે અને તેની સાથે રોમાન્સ કરવા લાગે છે. દુનિયામાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં લોકો નિર્જીવ વસ્તુઓને પ્રેમ કરતા જોવા મળ્યા છે.
 
પહેલા પણ આવા કિસ્સા સામે આવ્યા છે
આ પહેલા અમેરિકામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીં નથિએલ નામના વ્યક્તિએ તેની કાર સાથે સંબંધ હોવાની વાત કરી હતી. તેણે કહ્યું કે તેણે તેની કાર સાથે પણ સંબંધ બાંધ્યો છે. આ સિવાય આવો કિસ્સો જર્મનીમાં પણ જોવા મળ્યો હતો, જ્યાં મહિલાએ પ્લેન સાથે લગ્ન કર્યા હતા. તે રાત્રે આ પ્લેનને ગળે લગાવીને સૂતી હતી.
 
આ સિવાય ભારતમાં પણ આવા કેસ નોંધાયા છે. ગુજરાતના વડોદરામાં એક મહિલાએ પોતાની સાથે લગ્ન કર્યા.
 
સોલો વેડિંગનો આ ટ્રેન્ડ ઘણા દેશોમાં જોવા મળ્યો છે, જ્યાં લોકો પોતાના માટે તેમનુ ઉતાવળપણુ  બતાવી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

4 હાથ 4 પગ વાળા બાળકને જોવા ઉમટી ભીડ, લોકો બોલ્યા ભગવાનનો અવતાર