Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kalaram mandir Nashik -કાલારામ મંદિર નાસિક

Kalaram Temple of Nashik
, શુક્રવાર, 27 ડિસેમ્બર 2024 (05:47 IST)
કાલારામ મંદિર એક પ્રાચીન હિન્દુ મંદિર છે જેમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત છે. આ મંદિર મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાં પંચવટી પાસે આવેલું છે.
 
આ મંદિર 1782 માં પેશ્વાના સરદાર રંગરાવ ઓઢેકર દ્વારા નાગારા શૈલીમાં બનાવવામાં આવ્યું હતું, જે 1788 એડી આસપાસ પૂર્ણ થયું હતું. મંદિરમાં સ્થાપિત રામની મૂર્તિ કાળા પથ્થરની છે, તેથી તેને 'કાલારામ' કહેવામાં આવે છે. આ મંદિર 74 મીટર લાંબુ અને 32 મીટર પહોળું છે. મંદિરની ચારે દિશામાં ચાર દરવાજા છે. મહાદ્વારથી પ્રવેશતાં જ એક ભવ્ય હોલ દેખાય છે, જે 12 ફૂટ ઊંચો છે અને તેમાં ચાલીસ સ્તંભો છે.
webdunia
Kalaram temple Nashik
આ મંદિરે ભારતના દલિત આંદોલનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. 2 માર્ચ, 1930 ના રોજ, મંદિરની બહાર ડૉ. ભીમરાવ આંબેડકરના નેતૃત્વમાં કાલારામ મંદિર સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે દલિતોને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.
 
દક્ષિણ કાશીના નાસિકમાં કોઈ કાળ પ્રભુ રામચંદ્રનુ અસ્તિત્વ હતુ. ભગવાન રામચંદ્રના પદસ્પર્શથી જ આ ભૂમિ પવિત્ર થઈ છે. તેમના પદચિન્હોના રૂપમાં અનેક મંદિર આજે પણ નાસિકમાં જોવા મળે છે. નાસિકનું કાલારામ મંદિર પણ તેમાંનુ એક છે. પ્રસિધ્ધ પંચવટીમાં આ મંદિર સ્થાપિત છે.
 
આમ તો નાસિકમાં ભગવાન રામના ઘણા મંદિર છે. કાલારામ, ગોરારામ, મુઠેના રામ, અહીં સુધી કે મહિલાઓને માટે વિશેષ રામ વગેરે. પરંતુ આ બધામાં કાલારામની પોતાની વિશેષતા છે. આ મંદિર એતિહાસિક દ્રષ્ટિથી તો પુરાતત્વ તો છે જ સાથે જ આની બનાવટમાં એક વિશેષ પ્રકારનુ આકર્ષણ છે.
 
પેશવેના સરદાર રંગરાવ ઓઢેકરે આ મંદિર 178રમાં નિર્મિત કર્યુ હતુ. આ મંદિર કાલે પાષાણોથી નાગર શૈલીમાં નિર્મિત કરવામાં આવ્યુ છે. સાથે જ મંદિરમાં બિરાજેલા રામની મૂર્તિ પણ કાલે પાષાણથી બનેલી છે તેથી આને કાલારામ કહેવામાં આવે છે. શ્રીરામની સાથે જ અહીં સીતા અને લક્ષ્મણની પણ આકર્ષક મૂર્તિઓ બિરાજેલી છે.
 
આખુ મંદિર 74 મીટર લાંબુ અને 32 મીટર પહોળું છે. મંદિરની ચારે બાજુ ચાર દરવાજા છે. આ મંદિરના કળશ સુધીની ઊંચાઈ 69 ફૂટ છે. અને કળશ 32 ટન શુધ્ધ સોનાથી બાનવેલું છે. પૂર્વ મહાદ્વારથી પ્રવેશ કરવા પર ભવ્ય સભામંડપ આવે છે, જેની ઊંચાઈ 12 ફીટ હોવાની સાથે અહીં ચાલીસ થાંભલા છે. અહીં વિરાજેલા હનુમાન મંદિરમાં શ્રીરામના ચરણોની તરફ જોતા હોય તેવુ પ્રતિત થાય છે.
 
એવુ કહેવાય છે કે આ મંદિર પર્ણકુટીના સ્થાન પર બનાવવામાં આવ્યુ છે. જ્યાં પૂર્વમાં નાથપંથી સાધુ નિવાસ કરતા હત. કહેવાય છે કે સાધુઓને અરુણા-વરુણા નદીઓ પર પ્રભુની મૂર્તિ મળી આવી અને તેમણે આને લાકડીના મંદિરમાં વિરાજીત કરી હતી. ત્યારબાદ 1780માં માધવરાવ પેશવેની માતોશ્રી ગોપિકાબાઈની સૂચના પર આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. તે કાળ મંદિર નિર્માણમાં 23 લાખનો ખર્ચ અનુમાનિત છે.
 
મંદિરના આંગણમાં સીતાગુફા છે, કહેવાય છે કે માતા સીતાએ અહીં બેસીને સાધના કરી હતી. મંદિરની નજીકથી ગોદાવરી નદી વહે છે. જ્યાં પ્રસિધ્ધ રામકુંડ છે.
 
કેવી રીતે જશો : નાસિક મુંબઈથી 160 કિ.મી અને પુનાથી 210 કિ.મીના અંતરે આવેલુ છે.
વાયુ માર્ગ - મુંબઈથી નાસિક હવાઈમાર્ગ દ્વારા પહોંચી શકાય છે.
 
રેલ માર્ગ - નાસિક મધ્ય રેલવેનુ મહત્વપૂર્ણ જંકશન છે. મુંબઈની તરફ જનારી મોટાભાગની ગાડીયો નાસિક થઈને પસાર થાય છે.
 
રોડ દ્વારા - મુંબઈ-આગ્રા મહામાર્ગ નાસિક થઈને જાય છે.

Edited By- Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mahakaleshwar Temple Ujjain- મહાકાલ જ્યોતિર્લિંગ