Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુષ્પ પ્રદર્શની - 2025 નુ ઉદ્દઘાટન કર્યુ

sabarmati flwoer shaw
અમદાવાદ : , શુક્રવાર, 3 જાન્યુઆરી 2025 (16:20 IST)
sabarmati flwoer shaw
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતિ રિવરફ્રંટ પર અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુષ્પ પ્રદર્શની 2025 નુ જનતા માટે ઉદ્દઘાટન કર્યુ. એક પ્રેસ જાહેરાતમા આ માહિતી આપવામા આવી. આ ઉદ્દઘાટન પ્રસંગે સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને સહકારિતા રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર હતા.  ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી સહિત તમામ મહેમાનોએ ફૂલ પ્રદર્શનના વિવિધ આકર્ષણોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત વિવિધ પુષ્પ શિલ્પોને મુખ્યમંત્રી સહિત સૌએ ખૂબ બિરદાવ્યા હતા. આ પ્રસંગે પટેલે વૃક્ષોની વસ્તી ગણતરીની શરૂઆત કરી અને મિશન થ્રી મિલિયન ટ્રીઝ કોફી ટેબલ બુકનું અનાવરણ કર્યું.

 
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફ્લાવર શોની મુલાકાત દરમિયાન કરેલ જનભાગીદારીના સૂચનને ધ્યાનમાં રાખીને આ વર્ષે ઘણા સ્વતંત્ર કોર્પોરેટ અને સરકારી એકમો આ ફ્લાવર શોમાં ભાગીદાર બન્યા છે.  50થી વધુ પ્રજાતીનાં કુલ 10 લાખથી વધુ ફૂલ-છોડ અને 30થી વધુ ફ્લાવર સ્કલ્પચર પ્રદર્શિત કરતા 6 ઝોનમાં વહેચાયેલા આ ફ્લાવર શોમાં આ વર્ષે ઓડિયો ગાઈડની સુવિધા રાખવામાં આવી છે, વધુમાં નાગરિકો વિવિધ સ્થળ પર કયુઆર કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિષેની માહિતી પણ મેળવી શકાશે. આ ઉપરાંત, નર્સરી તથા ફૂડ સ્ટોલ્સની સાથોસાથ આ વર્ષે ખાસ સ્વરૂપે સોવેનિયર શોપ રાખવામાં આવ્યા છે, જે આવનાર મુલાકાતીઓને એક સુંદર ભેટ સાથે લઈ જવાની તક પૂરી પાડે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Viral Video: નાગના મોત પછી પણ કલાકો સુધી ત્યા જ બેસી રહી નાગિન