Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CM ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મોટો નિર્ણય; હવે આ 4 જિલ્લાના ખેડૂતોને 2 કલાક વધુ વીજળીની સુવિધા મળશે

cm bhupenddra patel
, બુધવાર, 25 સપ્ટેમ્બર 2024 (13:51 IST)
Extra Electricity Facility For Farmers: રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાના ખેડૂતો 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાયો છે.
 
રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લાઓને 10 કલાક પાવર ફાળવવામાં આવ્યો છે. અગાઉ 8 કલાક વીજળી મળતી હતી. 
 
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના અનેક ગામડાઓમાં ખેડૂતોને પુરતો વીજ પુરવઠો મળતો ન હોવાની ફરિયાદો મળી રહી છે. ત્યારે ખેડૂતોની માંગના આધારે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં 10 કલાક વીજળીની ફાળવણી કરવામાં આવી છે.
 
ખેડૂતોએ માંગ કરી હતી
તમને જણાવી દઈએ કે, અગાઉ ગુજરાતના ખેડૂતો દ્વારા વીજળીના કલાકો વધારવાની માંગ કરવામાં આવી હતી. આ માંગને ધ્યાનમાં રાખીને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાયો છે. સૌરાષ્ટ્ર હાલમાં મગફળીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. વધુ વીજ પુરવઠો આપવાની માંગણી કરવામાં આવી હતી. સરકારના આ નિર્ણયથી રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં 10 કલાક વીજ પુરવઠો શરૂ થયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

J&K Assembly Elections Phase 2 Live: જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ 2 કલાકમાં 10.22 ટકા મતદાન, પુંછમાં સૌથી વધુ ઉત્સાહ