અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 ડિસેમ્બરે BAPS 'કાર્યકર સુવર્ણ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવનાર છે. ત્યારે આજરોજ અમિત શાહ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીએપીએસના કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ હરિભક્તો આવવાના છે જેને લઈ પોલીસ દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
વડોદરાના 10 હજાર, સુરતના 4 હજાર, અમદાવાદ અને ગાંધીનગરના 30 હજાર કાર્યકરો આવશે. રાજકોટના 2600 અને અન્ય રાજ્યો સહિત વિદેશથી એક લાખ કાર્યકરો આવશે. 280 ફુટની સ્ક્રીન, 1800 લાઈટ્સ, 30 પ્રોજેક્ટર અને બે હજાર સ્વયંસેવકો પર્ફોમન્સ કરશે. એક લાખ સ્વયંસેવકોના હાથમાં LED બેલ્ટ્સ, મેપિંગ અને ટેકનોલોજીથી ગ્રાઉન્ડ ઝગમગી ઉઠશે. કાર્યકરોના વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ વિભાગને વધારે તકલીફ ન પડે તે માટે ટ્રાફિક નિયમન કરાવવા સ્વયંસેવકો સજ્જ રહેશે