Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS 'કાર્યકર સુવર્ણ મહોત્સવ'નું આયોજન, એક લાખથી વધુ હરિભક્તો જોડાશે

motera stadium
, શનિવાર, 7 ડિસેમ્બર 2024 (09:11 IST)
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 ડિસેમ્બરે BAPS 'કાર્યકર સુવર્ણ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમા એક લાખથી વધુ હરિભક્તો આવવાના છે જેને લઈ પોલીસ દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવના કાર્યક્રમની શરૂઆત શનિવારે સાંજે 5 વાગ્યાથી થવાની છે, પરંતુ લોકો વહેલી સવારથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચવાના છે. બપોરે 1:00 વાગ્યા સુધીમાં તમામ કાર્યકરોને સ્ટેડિયમમાં પોતાની બેઠક વ્યવસ્થા લઈ લેવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમમાં 1800 પોલીસકર્મી ખડેપગે રહેશે તો બહાર 500 જવાન ટ્રાફિક વ્યવસ્થા સંભાળશે.

 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ હાજર રહેશે. દેશ-વિદેશમાંથી અંદાજે એક લાખ જેટલા કાર્યકરો અને હરિભક્તો ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યકરોને વર્ચ્યુઅલી સંદેશો આપશે. તેમજ અમદાવાદમાં ભક્તોની રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યકરોની નિસ્વાર્થ સેવાને બિરદાવવા કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરાયું છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મિકેનિકલ એન્જિનિયર બન્યો Peon તો લોકોએ મેણા માર્યા, હવે રાજ્યની મુશ્કેલ પરીક્ષા પાસ કરી બન્યો મોટો અધિકારી