Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ – પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવાનું લક્ષ્ય

amit shah
, સોમવાર, 28 ઑક્ટોબર 2024 (09:14 IST)
કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના નેતા અમિત શાહ રવિવારે પશ્ચિમ બંગાળના પાટનગર કોલકતામાં પાર્ટીના સભ્યપદ અભિયાનની શરૂઆત કરાવી હતી.
 
શાહે આ દરમિયાન કહ્યું હતું કે પાર્ટીનું આગામી લક્ષ્ય વર્ષ 2026માં રાજ્યમાં સત્તા મેળવવાનું છે.
 
શાહે કૉંગ્રેસ ઉપર નિશાન સાધતા કહ્યું, "રાહુલ બાબા ઍન્ડ કંપનીમાં મમતા બેનર્જી પણ સામેલ છે. તેઓ અત્યારે ખૂબ જ ખુશ થઈ રહ્યાં છે, પરંતુ હું એમને કહેવા માગું છું કે તમે સપનાં જોઈ રહ્યાં છો."
 
"મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ભાજપે સરકાર બનાવી. ઓડિશામાં ભાજપે સરકાર બનાવી. હરિયાણામાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર બની છે."
 
અમિત શાહે કહ્યું, "હું બંગાળના કાર્યકર્તાઓને કહેતો જાઉં છું કે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ભાજપની સરકાર બનશે. રાહુલ બાબા કહે છે કે એમણે ભાજપને હરાવી દીધો, પરંતુ અમારી પાસે 240 સીટ છે."
 
"એમની (કૉંગ્રેસની) વર્ષ 2014, 2019 અને 2024 એમ ત્રણેય લોકસભા ચૂંટણીની મળીને પણ 240 બેઠક નથી થતી. કૉંગ્રેસના તમામ સાથીઓની સીટોનો સરવાળો પણ 240 થતો નથી અને તેઓ કહે છે કે એમણે ભાજપને હરાવી દીધો."
 
"હું આજે બંગાળના કાર્યકર્તાઓને કહેતો જાઉં છું કે જો ભારતીય જનતા પાર્ટીનું આગામી મોટું કોઈ લક્ષ્યાંક હોય, તો તે પશ્ચિમ બંગાળમાં વર્ષ 2026માં સરકાર બનાવવાનું છે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળી પહેલા હૈદરાબાદમાં મોટી દુર્ઘટના! ફટાકડાની દુકાન, રેસ્ટોરન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને લગભગ 8 કાર બળીને ખાખ થઈ ગઈ હતી.