Webdunia - Bharat's app for daily news and videos

Install App

આણંદમાં બોગસ મતદાનની ફરિયાદ બાદ જૂથ અથડામણ, પત્રકારોને નિશાન બનાવ્યા

Webdunia
ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (17:24 IST)
આણંદ શહેરમાં મતદાન દરમિયાન બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે, આ સમગ્ર ઘટનામાં નગરપાલિકા પ્રમુખના પતિ પી સી પટેલને ગંભીર ઇજાઓ પહોંચી છે. બીજી તરફ આ ઘટના બાદ અન્ય એક સ્થળે બોગસ મતદાન થઇ રહ્યું હોવાની ફરિયાદ કરી બબાલ કરવામાં આવી હોવાનો મામલો પણ પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આણંદ શહેરની મધ્યમાં આવેલા મોટા અળદ વિસ્તારમાં આજે બપોરે બે કલાકે બે જૂથો વચ્ચે બબાલ થઇ હતી,

મામલો ઉગ્ર બની ગયો હતો અને વાત પથ્થરમારા સુધી પહોંચી ગઇ હતી. આ ઘટના બનવા પાછળનું કારણ એક જૂથ દ્વારા પહેલાં મતદાન કરવામાં આવ્યું હતું અને બાદમાં બપોર પછી મતદાન કરવા જઇ રહેલા બીજા જૂથને મતદાન કરતા અટકાવવાની બાબતને માનવામાં આવી રહી છે. મામલાની ગંભીરતા જોઇ શહેર અને જિલ્લા પોલીસ, આરીપએફની ટૂકડી ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. સમગ્ર બનાવ દરમિયાન બન્ને જૂથો દ્વારા પત્રકારોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

બનાવના પગલે નાની અળદ મતદાન મથક ખાતે અડધા કલાક સુધી મતદાન પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી અને કોઇ ચહલ પહલ જોવા મળી નહોતી. આ બનાવ બાદ જ શહેરની ટીએન હાઇસ્કૂલ ખાતે અજાણ્યા શખ્સો પહોંચ્યા હતા અને બોગસ મતદાન થઇ રહ્યું હોવાનું જણાવી માથાકૂટ કરતા મામલો ઉગ્ર બન્યો હતો. બીજી બાજુ વડોદરાના સાવલીમાં પ્રેમ પ્રસંગના મામલે બબાલ થઈ હતી જેની અસર મતદાન પર પડી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

આગળનો લેખ
Show comments