Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાટણ જૂથ અથડામણ, વડાવલીમાં તોફાન મામલે સુણસર ધારપુરીમાં પોલીસનું કોમ્બીંગ

પાટણ જૂથ અથડામણ, વડાવલીમાં તોફાન મામલે સુણસર ધારપુરીમાં પોલીસનું કોમ્બીંગ
, સોમવાર, 27 માર્ચ 2017 (12:05 IST)
વડાવલીમાં વિદ્યાર્થીઓના ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરી લેતા ઠાકોર સમાજ અને લઘુમતી સમાજ સામસામે આવી ગયાની ઘટનામાં મૃતક ઇબ્રાહીમભાઇ બેલીમનો મૃતદેહ વડાવલી ગામમાં લવાયો હતો. પણ પરિવારજનો અને લઘુમતી સમાજના અગ્રણીઓએ આરોપીની ધરપરકડ ન થાય ત્યાં સુધી દફનવિધિનો ઇનકાર કર્યો હતો. રેન્જ આઇજી સહિતના અધિકારીઓએ ધરપકડની ખાતરી આપ્યા પછી પોલીસ બંદોબસ્ત હેઠળ અંતિમવિધિ કરાઇ હતી. દરમિયાનમાં, પોલીસે સુણસર અને ધારપુરીમાં કોમ્બીંગ કરવામાં આવ્યુ હતુ. કોમ્બીંગ દરમિયાન 13 શખસોની ધરપકડ કરી છે. વડાવલીગામે શનિવારે સુણસર અને વડાવલી ગામના છોકરાઓ અપશબ્દો બોલતા હોવાથી મુસ્લીમ જ્ઞાતિના લોકો ભેગા થઇ ગયા હતા. તે વખતે સુણસરના મનહરસિંહ ઉર્ફે મનુભા ભુપતસિંહ ઝાલા ગાડીમાંથી ઉતરીને તેમના ગામના છોકરાઓ અને મુસલમાન ના છોકરાઓ વચ્ચે થયેલી બોલાચાલી બાબતે પુછતા કોઇ મુસ્લીમ છોકરાએ સુણસરની છોકરીને ધકકો માર્યો હતો.

જેને પગલે સંદિપસિંહ જીવુભા ઝાલાએ તે છોકરાને ઠપકો આપતા તે તેમના ઉપર ઉશ્કેરાઇ ગયો હતો. અને તેમની સાથે ઝઘડો કર્યો હતો. તે દરમ્યાન મુસલીમ લોકોના ટોળાએ તીક્ષ્ણ હથિયારોથી તેમના પર હુમલો કરીને છૂટી ઇંટો મારી હતી. જેમાં સગરસિંહ ફેકચર થયુ હતું. બબાજીને નસ કપાઇ ગઇ હતી. અને ફેકચર  થયુ હતું. આ હુમલામાં સુણસરના સાત જણાને ઇજાઓ થઇ હતી. આ અંગે ચાણસ્મા પોલીસ મથકે 14 શખ્સો અને ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી.  જ્યારે સામા પક્ષે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે વડાવલીગામે ઠાકોર અને મુસ્લીમના બાળકો વચ્ચે થયેલી બોલાચાલીની અદાવતમાં સુણસર અને આજુબાજુના ગામોના લોકો ભેગા મળીને કાવતરુ રજીને બંદુક સહિતના જીવ લેણ હથિયારો ધારણ કરીને વડાવલી ગામે આવીને મુસ્લીમ લોકોને માર પીટ કરી તેમના ઘરોમાં લૂંટ ફાટ અને તોડફોડ કરી હતી. બાદમાં ઘરો અને વાડામાં તેમજ વાહનોને આગ લગાડી સળગાવી દિધા હતા. જેમાં સુલતાન મીયા ભીખુમીયા કુરેશીને બંદુકથી ઇજા કરી હતી. અને ઇબ્રાહિમભાઇ લાલખાન બેલીમની હત્યા કરી હતી. આ હુમલામાં પાંચ જણાને ઇજાઓ થઇ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યૂપીમાં નોનવેજ સંકટ - સમગ્ર રાજ્યમાં અચોક્કસ મુદતની હડતાલ પર મીટ વેપારી