Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંજારમાં બે યુવતીને ભગાડી જવાના મુદ્દે જૂથ અથડામણ, દુકાનોને આગચંપી

અંજારમાં બે યુવતીને ભગાડી જવાના મુદ્દે જૂથ અથડામણ, દુકાનોને આગચંપી
, શનિવાર, 4 માર્ચ 2017 (12:30 IST)
અંજારમાં બે બહેનોને વિધર્મી યુવકે ભગાડી ગયા બાદ યુવતીનો કોઇ પત્તો ન મળતાં શુક્રવારે બજારમાં આવેલી યુવકની દુકાનને ટોળાંએ ભેગા મળી સામાન બહાર ફેંકી દુકાન અને સામાનને આગ લગાડી દેતાં અંજારમાં અફરાતફરી મચી ગઈ હતી. જ્યારે આજે સવારે અંજારમાં લોકોના ટોળાં ભેગા થયા હતાં જેને ભગાડવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો જેમાં એક ટીયરગેસનો સેલ પણ છોડવામાં આવ્યો હતો. બનાવને પગલે પૂર્વ કચ્છનો ભારે પોલીસ કાફલો અંજાર ખાતે ખડકી દેવામાં આવ્યો. 

અંજારમાં ગત 28ના એક જ પરિવારની બે બહેનોને વિધર્મી યુવકે ભગાડી જતાં પોલીસ ફરિયાદ કરાઇ હતી, પરંતુ બે દિવસ બાદ પણ યુવતીઓનો કોઇ પત્તો ન લાગતાં પરિવારજનો અને સમાજના લોકો રોષે ભરાયા હતા. આ દરમિયાન શુક્રવારે સાંજે  400થી 500 લોકોના અજાણ્યા ટોળાએ 12 મીટર બજારમાં આવેલી ભગાડી જનારા યુવકની મનાતી દુકાન પાસે પહોંચ્યા હતા. દુકાનમાં બેઠેલા વ્યક્તિને માર મારી ભગાડી દઇ દુકાનનો સામાન બહાર ફેંક્યો હતો.  આ જ સમયે પોલીસની એક વાન ટોળા સુધી પહોંચી ગઇ હતી, પરંતુ 500 જેટલા લોકોના ટોળા સામે તેઓ લાચાર બની ગયા હતા.

 ટોળાએ સામાન બહાર ફેંકતા સમગ્ર બજારની દુકાનો ટપોટપ બંધ થવા લાગી હતી. ટોળાએ દુકાનનો સામાન અને ફર્નિચર સહિતનો માલ રસ્તા પર ફેંકી આગ ચાંપી દીધી હતી. દરમિયાન, આ વાત ગામમાં ફેલાઇ જતાં એક તબક્કે અફરાતફરી મચી જવા પામી હતી. ટોળાએ આગ ચાંપી વિખેરાઇ ગયું હતું. દુકાનની બાજુની કંદોઇની દુકાનમાં ગેસ સિલિન્ડર હોવાની વાત મળતાં આગ બૂઝાવી રહેલા ફાયરફાઇટરને પણ પસીનો છૂટી ગયો હતો, પરંતુ આગ પર હેમખેમ કાબૂ કરી લેવામાં આવ્યો હતો. બનાવના પગલે પૂર્વ કચ્છની પોલીસ અંજારમાં ખડકી દેવાઇ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દલિતો પર અત્યાચાર મુદ્દે વિધાનસભા ગૃહમાં ભાજપ-કોંગ્રેસમાં તૂ તૂ મે મેં