Festival Posters

Glacier - ગ્લેશિયર શું છે

Webdunia
સોમવાર, 14 જૂન 2021 (13:10 IST)
Glacier 
પૃથ્વીની સપાટી પર વિશાળ આકારની ગતિશીળ બરફરાશિને ગ્લેશિયર કહે છે. તેને હિમાની કે હિમનદી અને અંગ્રેજીમાં ગ્લેશિયર  Glacier કહેવાય છે. 
 
ગ્લેશિયર શું છે 
ગ્લેશિયર બરફની વિશાળ માત્રા છે. બરફની એક રાશિને ગ્લેશિયર કહે છે. તેને હિમાની કે હિમનદી અને અંગ્રેજીમાં ગ્લેશિયર  Glacier કહેવાય છે. 
 
પૃથ્વીની સપાટી પર વર્ષો સુધી એક જ જગ્યા પર બરફ એકત્ર રહેતા ગ્લેશિયર બને છે. જે ધીમે-ધીમે વહે છે. ગ્લેશિયરની ઉત્પતિ ઉંચા પહાડી ક્ષેત્રોમાં હોય છે. ગ્લેશિયરના બે પ્રકાર છે અલ્પાઈન અને આઈસ શીટસ. પહાડો પર ગ્લેશિયર અલ્પાઈન રૂપમાં હોય છે. 
 
પહાડી ગ્લેશિયર સૌથી વધુ ખતરનાક હોય છે. ગ્લેશિયર તૂટવાથી નદીમાં વધુ પાણી આવે છે જેના કારણે પૂર આવે છે. અને વિનાશની સ્થિતિ સર્જાય છે. 

કેવી રીતે તૂટે છે  ગ્લેશિયર ?
ગ્લેશિયર વર્ષોથી મોટા પ્રમાણમાં બરફ એક સ્થાને એકત્ર થવાથી બને છે. આ  બે પ્રકારનાં હોય છે અલ્પાઇન ગ્લેશિયર્સ અને બરફની ચાદરો. પર્વતોના ગ્લેશિયર અલ્પાઇન કેટેગરીમાં આવે છે. પર્વતો પર ગ્લેશિયર તૂટવાના ઘણા કારણો હોઈ શકે છે  એક ગુરુત્વાકર્ષણને કારણે છે અને બીજું ગ્લેશિયરના કિનારા પર વધતા તણાવને કારણે. ગ્લોબલ વોર્મિંગને કારણે બરફ પીગળવાથી પણ ગ્લેશિયરનો કોઈ ટૂકડો અલગ થાય છે તો તેને કાલ્વિંગ કહે છે. 
 
ગ્લેશિયર પૂર કેવી રીતે આવે છે?
ગ્લેશિયર ફાટવા અથવા તૂટી જવાને કારણે આવનારા પૂરના પરિણામો ખૂબ ભયંકર હોઈ શકે છે. આ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે ગ્લેશિયરની અંદર ડ્રેનેજ બ્લોક થાય છે  પાણી તેનો રસ્તો શોધી કાઢે  છે અને જ્યારે તે ગ્લેશિયરમાંથી પસાર થાય છે ત્યારે બરફ પીગળવાનો દર વધે છે.  તેનાથી માર્ગ મોટો થતો જાય છે અને બરફ પણ ઓગળે છે અને વહેવા લાગે છે એનસાયક્લોપિયા બ્રિટાનિકાના જણાવ્યા મુજબ, તેને આઉટબર્સ્ટ ફ્લડ (Outburst flood) કહેવામાં આવે છે.  તેઓ સામાન્ય રીતે ડુંગરાળ વિસ્તારોમાં થાય છે. કેટલાક ગ્લેશિયર દર વર્ષે તૂટે છે, તો કેટલાક બે કે ત્રણ વર્ષના અંતરે. કેટલાક કયારે તૂટશે તેનો અંદાજ લગાવવો લગભગ અશક્ય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જમ્મુ-કાશ્મીરમાં ઠંડીનો કહેર, કાશ્મીર અને લદ્દાખમાં ધોધ થીજી ગયા

14 જાન્યુઆરીથી પીએમ મોદીના કાર્યાલયનું સરનામું બદલાશે

સોલન જિલ્લાના અરકી માર્કેટમાં ભીષણ આગ, નવ લોકો ફસાયા હોવાની આશંકા

અભિનેતા અને ટીવીકે ચીફ વિજયની સીબીઆઈ હેડક્વાર્ટરમાં પૂછપરછ ચાલુ છે

ISRO નુ PSLV C62/EOS N1 મિશન ગયુ નિષ્ફળ, થર્ડ ફેજના અંતિમ ચરણમાં આવી ટેકનીકલ ખામી

વધુ જુઓ..

ધર્મ

Lohri Song Lyrics- "સુંદર મુંડરિયે" આ ગીત વિના લોહડીનો તહેવાર અધૂરો છે.

Surya Dev Na 108 Naam : મકરસંક્રાંતિ પર સૂર્ય ભગવાનના આ 108 નામોનો જાપ કરવાથી જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ અને થશે સમસ્યાઓ દૂર

મકરસંક્રાતિના દિવસે કરો 6 ઉપાય ગ્રહ દોષથી મળશે છુટકારો

ઉત્તરાયણ સુપરહિટ સોન્ગ્સ - Makar Sankranti song lyrics in Gujarati

શનિ ચાલીસા ગુજરાતી - ભાવાર્થ, લાભ અને પાઠ વિધિ - Shani Chalisa Lyrics with meaning in Gujarati

આગળનો લેખ
Show comments